1. Home
  2. Political
  3. રોજગાર પર સવાલ: પીએમઓએ મંત્રાલયો અને વિભાગો પાસેથી માગ્યા ખાલી પદોના આંકડા
રોજગાર પર સવાલ: પીએમઓએ મંત્રાલયો અને વિભાગો પાસેથી માગ્યા ખાલી પદોના આંકડા

રોજગાર પર સવાલ: પીએમઓએ મંત્રાલયો અને વિભાગો પાસેથી માગ્યા ખાલી પદોના આંકડા

0

નવી દિલ્હી : હાલ કેન્દ્ર સકરારના કર્મચારીઓ વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશ પર વિભિન્ન મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પદોના ડેટા એકઠા કરવાના કામમાં લાગેલા છે. પીએમઓએ આ પગલું વિપક્ષના એ આરોપો બાદ ઉઠાવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર નવા રોજગારના મોકાના સર્જન કરવામાં અસફળ રહી છે. તેની સાથે જ હાલમાં ખાલી પડેલા સરકારી પદો પર પણ નિયુક્તિ થઈ રહી નથી.

વડાપ્રધાન કાર્યાલયના આ નિર્દેશો બાદ મંત્રાલયો અને વિભાગોમાં આંતરીક સર્કુલર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં પદો સંદર્ભે જાણકારી માંગવામાં આવી છે. તેના સંદર્ભે ત્રીજી મેના રોજ જાહેર કરવામાં આવેલા અંડરસેક્રેટરી ફણી તુલસી દ્વારા જાહેર કરવામાં આવેલા સર્કુલર પ્રમાણે, નાણાં મંત્રાલયને સૂચિત કરવામાં આવ્યું છે કે ઝડપથી આના સંદર્ભે પીએમઓ દ્વારા એક બેઠક યોજવામાં આવશે. જેમાં વિભિન્ન વિભાગોમાં ખાલી પદો પર ચર્ચા કરવામાં આવશે. તેમા 30મી એપ્રિલ-2019ના રોજ ખાલી વિભિન્ન પદો સંદર્ભે જાણકારી માંગવામાં આવી છે.

આ ઘટનાક્રમ વચ્ચે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પિલમેન્ટેશનના પ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ ગુરુવારે કહ્યુ છે કે વડાપ્રધાન હાલના સમયમાં લોકસભાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. મને ખબર નથી કે આવી કોઈ જાણકારી એકઠી કરાઈ રહી છે. મારા મંત્રાલયમાં અંદાજે છ હજાર કર્મચારીઓ છે અને મે આવો કોઈ સર્કુલર જોયો નથી. મહત્વપૂર્ણ છે કે આના પહેલા નોકરીઓ પર એનએસએસઓના ડેટા લીક થવાના મામલામાં પણ સદાનંદ ગૌડા સતત સરકારનો બચાવ કરતા રહ્યા છે.

કેન્દ્રીય સરકાર કર્મચારી મહાસંઘના અધ્યક્ષ કેકેએન કુટ્ટીએ કહ્યુ છે કે ગત પાંચ વર્ષોમાં આ સરકાર અમારી સાથે વાતચીત જ કરી રહી નથી. આ સરકાર દ્વારા પહેલી નેશનલ કાઉન્સિલની બેઠક ચૂંટણીની ઘોષણા થયા બાદ 13 એપ્રિલે  યોજવામાં આવી હતી. સરકાર અમારી પાસે તેના એજન્ડા પર ચર્ચા કરવા ઈચ્છતી હતી. જે અમે સરકાર બનતી વખતે પાંચ વર્ષ પહેલા મોકલી હતી.

કેન્દ્ર સરકારમાં ખાલી પદો સંદર્ભે તેમણે કહ્યુ હતુ કે આ કામમાં બે સમસ્યાઓ છે. પહેલી સ્ટાફ સિલેક્શન કમિશનને ખાલી પદોની જાણકારી આપવા માટે કોઈ નક્કર પગલા લેવાઈ રહ્યા નથી અને બીજું એસએસસી એટલા લોકોની ભરતી કરી શકતું નથી કે જેટલા લોકોની જરૂરત છે.

કુટ્ટીએ કહ્યુ છે કે વિભિન્ન વિભાગોમાં 40થી 50 ટકા પદ ખાલી છે. ઈન્કમટેક્સ વિભાગમાં 50 ટકા અને સીએજીમાં 45 ટકા પદ ખાલી છે. આ તમામ પદ સરકાર દ્વારા સ્વીકૃત છે. પરંતુ આના પર ભરતી થઈ રહી નથી. હવે આવી વેકન્સીના ડેટા એકઠા કરવાના રિપોર્ટ્સ જો સામે આવી રહ્યા છે, તો તેનો કોઈ અર્થ નથી. આ મામલા પર વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ કોમેન્ટ માટે ઉપલબ્ધ ન હતા.

ઓલ ઈન્ડિયા ડિફેન્સ એપ્લોયી ફેડરેશનના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમારે કહ્યુ છે કે જ્યારે આટલા વર્ષોમાં કંઈ કરવામાં આવ્યું નથી, તો હવે આ બધું કરવાની શું જરૂરત છે? ત્યાં સુધી કે 13મી એપ્રિલે થયેલી બેઠકમાં પણ અમે કેબિનેટ સેક્રેટરીની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એવું લાગે છે કે જ્યારે આ સરકાર ફરીથી સત્તામાં આવશે, તો કેટલીક ઘોષણાઓ કરવા માટે આ તમામ કવાયત કરાય રહી છે.

આના સંદર્ભે ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના વર્કિગ પ્રેસિડેન્ટ એન. કન્હૈયાએ કહ્યુ છે કે માત્ર રેલવેમાં જ હાલના સમયે 3.8 લાખ પદ ખાલી છે. પરંતુ સરકાર દ્વારા આના પર ભરતી કરવા માટે કોઈ પગલા ઉઠાવવામાં આવ્યા નથી.

LEAVE YOUR COMMENT