in ,

પાટણમાં હવસખોર તબીબ પિતાના આશીર્વાદથી ITIની ડીગ્રી ધરાવતો પુત્ર દર્દીઓની સારવાર કરતો

મહેસાણાઃ પાટણના સમીમાં લંપટ ડોકટર અને તેના પુત્રનો મહિલા દર્દીઓ સાથેનો બિભત્સ વીડિયો વાયરલ થવાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. લંપટ તબીબ મહેન્દ્ર મોદી આયુર્વેદીક ડોકટરની ડીગ્રી ધરાવે છે જ્યારે તેનો પુત્ર કિશન મોદી આઈટીઆઈની ડિગ્રી ઘરાવે છે. મહેન્દ્ર મોદીએ પોતાના રખડેલ પુત્રને તબીબી ટ્રિક શીખવાડી હતી. જેથી સમીના દવાખાનામાં કિશન મોદી વગર ડિગ્રીએ દર્દીઓની સારવાર કરતો હતો. જ્યારે તેનો પિતા મહેસાણામાં અન્ય ક્લિનીકમાં દર્દીઓની સારવાર કરતો હતો. ફકત શનિવાર અને રવિવાર જ સમી ખાતે આવતો હતો.

તપાસનીશ પોલીસ અધિકારી હરદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમી ખાતે મુખ્ય બજારમાં મહેન્દ્રભાઈ મોહનભાઈ મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તેમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો તે બાબતે મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. બે મહિલા સાથે દુર્વ્યવહાર થયો હતો તેનો ગુનો દાખલ કરાયો છે. સારવાર માટે આવતી મહિલાઓને દવા આપવાના બહાને તેમજ અગાઉ વીડિયો ઉતાર્યો છે તે વાઈરલ કરી દઈશ તેવી ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું. વીડિયો કોણે ઉતાર્યો તેની તપાસ ચાલી રહી છે.

મહિલા દર્દીઓ સાથે દુરવ્યવહાર કરનારા તબીબ મહેન્દ્ર મોદી પોતે BAMS ડોક્ટર છે. તેણે 1976માં લોદરા ખાતે હનુમાન આયુર્વેદિક કોલેજમાં BAMS કરેલું છે. તેમજ મહેસાણા હાઈવે પર આઇકોન મોલમાં તેનું બીજું દવાખાનું છે. સોમવારથી શુક્રવાર તે ત્યાં સંભાળે છે. શનિ-રવિ સમી આવે છે. જ્યારે સોમથી શુક્ર તેનો દીકરો કિશન (ઉ.વ. 40) સમી ખાતે દવાખાનું સંભાળે છે. તેણે પણ મહિલાઓ સાથે દુષ્કર્મ કરેલું છે. જેથી બંને સામે ગુનો દાખલ કરાયો છે. કિશન ડોક્ટર નથી પણ તેણે લુણવા ખાતેથી ટુ વ્હીલર રિપેરિંગનો આઈટીઆઈનો કોર્સ કરેલો છે. તે તેના પિતાની ગેરહાજરીમાં ડોક્ટર તરીકે દવા આપે છે. તેમની પાસેથી મોબાઇલ કબજે કર્યા છે. બીએસએએમ આ આયુર્વેદિકની જૂની ડિગ્રી છે. હાલે બીએએમએસ કહેવાય છે. તેમની વિરુદ્ધ ચુકાદો આવે તો મેડિકલ કાઉન્સિલ ટર્મિનેટ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભારે વરસાદના પગલે ડેમ તૂટ્યોઃ 6ના મોત

ધાર્મિક ક્રીયા બાદ પૂજન સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો! તેનું ઊંડાણ પૂર્વક રિસર્ચ