in ,

નડિયાદમાં દારૂની મહેફિલ ઉપર પોલીસના દરોડાઃ 7 યુવતીઓ સહિત 15ની ધરપકડ

  • પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિએ કર્યુ હતું આયોજન
  • ફાર્મહાઉસમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલો મળી
  • મેડિકલ ચેકઅપ માટે પોલીસે કવાયત હાથ ધરી

અમદાવાદઃ નડિયાદના દાવલીયા પુરા પાસે નડિયાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિના ફાર્મહાઉસમાં દારૂની પાર્ટી ઉપર પોલીસે છાપો મારીને 7 યુવતીઓ સહિત 15 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પૂર્વ મહિલા પ્રમુખના પતિએ પાર્ટીમાં અમદાવાદથી પોતાની સ્ત્રી મિત્રોને બોલાવી હતી. ફાર્મહાઉસમાં દારૂની મહેફિલની સાથે તમામ લોકો મ્યુઝિક ઉપર ડાન્સ કરતા હતા. પોલીસે સ્થળ પરથી બિયરની બોયલો અને વિદેશી દારૂની ખાલી બોટલો જપ્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ પાસેના દાવલીયા પુરા ગામે કેટલાક યુવકો અને યુવતીઓ દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા નડિયાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલના પતિ કલ્પેશ ઉર્ફે પીન્ટુ ભાઇ પટેલ સહિત 8 યુવકો અને 7 યુવતીઓ આ રેવ પાર્ટીમાં ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી બિયરની બોટલો, ખાલી વિદેશી શરાબની બોટલો, વાહનો મળી કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના દરોડાના પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ, ચિંતન મહેન્દ્ર પટેલ, હેમંત પ્રફુલ્લ દરજી, હરેશ માનસિંહ ચૌહાણ, પ્રિયેશ જગદીશ પટેલ, મોહંમદ કાશિક મોહંમદ અલી રાજપૂત, મનહરબા ઉર્ફે પિન્કી ડોડીયા, ડિમ્પલ કિશોર કહાર, કાજલ વશરામ પ્રજાપતિ, ગુલનાઝ હુસૈન શેખ, દીપિકા ત્રિપાઠી, રમીલ રાવળ, નીકિતા પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદના ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું હતું કે, નડિયાદના દાવલીયા પુરા પાસે કલ્પેશ ઉર્ફે પીન્ટુના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી. કલ્પેશ ઉર્ફે પીન્ટુ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ છે. અહીંથી પોલીસે 8 પુરુષ અને 7 મહિલા સહીત 15 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. 15 યુવક-યુવતીઓમાંથી કોણે કોણે દારૂ પીધો છે તે હેલ્થ ચેકઅપ બાદ જ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટ આવતી ખાનગી બસને અજમેર નજીક નડ્યો અકસ્માતઃ 8ના મોત

ગાંધીનગરમાં નશામાં ચકચૂર કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જીઃ 15થી વધુ વાહનોને અડફેટે લીધા