revoinews

દેશના પોલીસ સ્ટેશનોમાં ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લગાવાશે

દિલ્હીઃ દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં ઓડિયો સાથેના સીસીટીવી કેમેરા લગાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. છ મહિનામાં જ પોલીસ સ્ટેશનોના પૂછપરછ રૂમ અને લોકઅપ સહિતના સમગ્ર વિસ્તારમાં આવા કેમેરા લગાવવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ અને રેકોર્ડિંગ માટે જવાબદાર રહેશે.

દેશના તમામ પોલીસ સ્ટેશનોની સાથે CBI, ED, DRI અને સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસના કાર્યાલયોમાં પણ ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લાગશે. પોલીસ સ્ટેશના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્સન એરિયા, સબ ઈન્સ્પેકટર અને ઈન્સપેક્ટરના રૂમ અને વોશરૂમની બહાર પણ કેમેરા લગાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. તમામ રાજ્યોને છ સપ્તાહની અંદર જ આ નિર્દેશનું પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના સુધી રાખવું પડશે. કોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે, આ નિર્દેશ આર્ટિકલ 21 હેઠળ મૌલિક અધિકારોમાં છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રોહિંટન એફ નરીમન, ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ અને ન્યાયમૂર્તિ અનિરૂદ્ધ બોસની ડિવિઝન બેંચે 45 દિવસથી વધારાના સીસીટીવી ફુટેજને સુરક્ષિત રાખવા અને એકત્રિત કરવાના સવાલ ઉપર એમિક્સ ક્યુરીને સબમીશન રજુ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં અત્યાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જે અંગે વર્ષ 2015માં સર્વોચ્ચ અદાલતે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા નિર્દેશ કર્યો હતો.

Related posts
Nationalગુજરાતી

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર SCમાં 20મીએ થશે સુનાવણી

નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું કર્યું એલાન આ ટ્રેક્ટર રેલી…
Nationalગુજરાતી

31 જાન્યુઆરી સુધીમાં આગંણવાડી સેવા પૂર્વવત કરવા નિર્ણય લો: સુપ્રીમનો રાજ્યોને આદેશ

કોરોના મહામારી બાદ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન આંગણવાડીઓ પણ કરાઇ હતી બંધ રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો ખોલવામાં આવી છે પણ આંગણવાડીઓ…
Nationalગુજરાતી

સુપ્રીમ કોર્ટે નવા આદેશો સુધી ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી- ચાર સભ્યોની કમિટીની રચના કરી

સુપ્રીમ કોર્ટ કૃષિ કાયદાઓ પર રોક લગાવી નવા આદેશો સુધી રોક યથાવત રહેશે દિલ્હીઃ- છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને…

Leave a Reply