in ,

વાવાઝોડા વચ્ચે સોમનાથ મંદિરના દરવાજા ખુલ્લા : ભક્તોને નહીં આવવા અપીલ

જૂનાગઢઃ ગુજરાત તરફ આવી રહેલુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાળુ છે પરંતુ તેની અસર દરિયાકાંઠા વિસ્તારમાં વર્તાવાની શકયતાઓ છે. દરમિયાન સોમનાથના દરિયાકાંઠે આવેલા સોમનાથ દાદાના મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તેમજ દાદાની આરતી પણ કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.

વાવાઝોડાની શકયતાને પગલે ગુજરાતના દરિયામાં 10 ફુટ સુધીના ઉંચા મોજા ઉછળ્યાં હતા. તેમજ આસપાસના ગામોને ખાલી કરવામાં આવ્યાં છે. દરમિયાન વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું હોવાનો ખાનગી વેધર એજન્સીએ દાવો કર્યો છે. પરંતુ તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળે તેવી શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું વાયુના સંભવિત અસરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીની કામગીરી માટે રાજ્ય સરકારે પ્રભારીઓની નિમણૂંક કરી હતી. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને વિવિધ વાવાઝોડા પ્રભાવિત જિલ્લામાં મંત્રીઓ છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ વેરાવળ સોમનાથ ખાતે બે દિવસથી રોકાયા છે. આજે તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કુદરતને આપણે ન રોકી શકીએ કુદરત જ પોતે રોકી શકે છે, કુદરતને રોકનાર આપણે કોણ? વાવાઝોડા વાયુ હોવા છતા મંદિર બંધ કરાયુ નથી. અમે યાત્રીઓને વિનંતી કરી છે કે મુલાકાત ન લો. પરંતુ આરતી વર્ષોથી થતી આવી છે તેને અમે બંધ ન કરી શકીએ.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે વાવઝોડાને લઈ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. વાવોઝોડુ નીકળી જાય અને નુકશાન ન થાય અથવા ઓછામાં ઓછું નુકશાન થાય તેવી મહાદેવને પ્રાર્થના કરી છે. જ્ંયા સુધી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કશુ કહેવું વહેલું છે. જે કંઈ સૂચના આવે છે તેનું પાલન કરીએ છીએ. જ્યાં મુશ્કેલી હશે ત્યા દોડી જશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં ભારે પવનને કારણે 300થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વિદેશ ભાગવાની ફિરાકમાં હતો મોન્ટી ચઢ્ઢા, દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ