in ,

વાયુ વાવાઝોડુ પોરબંદર નજીકથી થશે પસારઃ પવન સાથે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આવતું વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા સંકટ ટળ્યું છે પરંતુ તેની અસર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળશે. વાવાઝોડુ પોરબંદર નજીકથી પસાર થશે અને આગામી 48 કલાક સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સતત વાવાઝોડા ઉપર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડુ નબળુ પડ્યું હોવાનું પણ જાણવા મળે છે. વાવાઝોડુ વેરાવળથી 150 કિમી દૂર છે., જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

વાયુ વાવાઝોડું દરિયામાં જ દિશા બદલી ફંટાઈ જશે. જો કે, આ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શીને પસાર થઈ જશે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે.

વાવાઝોડાને કારણે 135 કિમી/કલાકથી 145 કિમી/કલાકની ઝડપથી લઈ 175 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જાફરાબાદ સહિતમાં દરિયાઇ વિસ્તારોમાં મોડી રાતથી પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત અમરેલી, બગસરા, બાબરા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે કંડલા પોર્ટમાં વહેલી સવારથી પવનની ગતી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વિદેશ ભાગવાની ફિરાકમાં હતો મોન્ટી ચઢ્ઢા, દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ

SCO સમિટ : પાકિસ્તાનને બાઈપાસ કરીને પીએમ મોદી કિર્ગિસ્તાન રવાના, આજે જિનપિંગને મળશે