1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા- મુખ્યમંત્રીએ બેઠક યોજી પરિસ્થિને પહોંચી વળવાની કરી તૈયારીઓ
ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા- મુખ્યમંત્રીએ બેઠક યોજી પરિસ્થિને પહોંચી વળવાની કરી તૈયારીઓ

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા- મુખ્યમંત્રીએ બેઠક યોજી પરિસ્થિને પહોંચી વળવાની કરી તૈયારીઓ

0
  • મુખ્યમંત્રીએ યોજી બેઠક
  • NDRFની ટીમો સ્ટેન્ડબાય કરાઈ
  • 3 અને 4 જૂનના રોજ ગુજરાતમામાં વાવાઝોડુંની શક્યતા- મુખ્યમંત્રી
  • અમરેલી-ભાવનગર જિલ્લામાં હાઈ એલર્ટ
  • આરોગ્ય વિભાગ પણ ખડેપગે
  • ઇલેક્ટ્રિસિટી વિભાગને પણ એલર્ટ કરાયા

આવનારા અઠવાડીયામાં ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની સંભાવનાને લઇને રાજ્ય સરકાર હરકતમાં છે.વાવાઝોડાની સંભાવનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના તમામ કર્મચારીઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી,આ બેઠકમાં વાવાઝોડાને પહોંચી વળવા માટેની તૈયારીઓનો પ્લાન રચવામાં આવ્યો હતો,

માનવામાં આવી રહ્યું છે કે,આનવારા વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર જિલ્લામાં થઈ શકવાની પુરેપુરી સંભાવના છે,જેને પગલે તંત્ર એલર્ટ છે, સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તરો તથા અમરેલી, ભાવનગર જિલ્લાને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.પરિસ્થિતિને પહોંચી વળવા 10 એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે,દરિયાઈ કાંઠે વસતા લોકોને તેમજ નીંચાણવળા વિસ્તારમાં રહેતા લોને ખસી જવાની સુચના આપવામાં આવી છે

આજે મોટા પ્રમાણમાં લોકડાઉન નવી શરતો સાથે ખુલતા જ સચિવાલયમાં સરકારી કામકાજનો પણ પ્રારંભ થઈચૂક્યોછે,તે સાથે જ ગુજરાત પર વાવઝોડાનું મોટુ સંકટ મંડળાઈ રહ્યું છે જેના કારણે પહેલા જ દિવસથી સરકાર વાવઝોડાના સંકટ સામે લડવા તૈયાર થઈ રહી છે, મંત્રીઓએ બેઠકમાં બેસવાનું શરૂ કરતાં જ સૌથી પહેલા વાવઝોડાના સંકટ સામે કાર્ય કરવા જોતરાય ગયા છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાની અસર અને તૈયારી અંગે જણાવ્યું કે, આજે હાઈ પાવર બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર પણ જોડાયા હતા. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

કુદરતી આફત વાવાઝોડુંનેે પહોંચી વળવા અનેક તૈયાચે,જેથી નુકશાન રીઓની સાથે ઇલેક્ટ્રિસિટી વિભાગને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. તે સાથ જે તેચીજ વસ્તુઓના જથ્થાને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે,જેથી નુકસાન થવાની સંભાવના નહીવત રહે.

(sahin)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.