REGIONALગુજરાતી

અમદાવાદમાં ટ્રમ્પને આવકારવાની તૈયારીઓઃ ગ્રીન સ્પેસ ડેવલપ કરાશે

  • લગભગ એક લાખ રોપાનું વાવેતર કરાશે
  • 20 કિમી લાંબો રોડ શો યોજાશે

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં લગભગ 20 કિમી લાંબો રોડ શો યોજાશે. તેમજ નવનિર્મિત મોટેરા સ્ટેડિમમાં વિશાળ કાર્યક્રમ યોજાશે. બંને મહાનુભાવોને આવકારવા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ જશે. આ માર્ગને ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યાં છે. લગભગ એકથી દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખી એરપોર્ટ રોડ, શાહીબાગ રોડ, ભાટ-કોટેશ્વર રોડ, ચીમનભાઇ પટેલ બ્રિજની આસપાસ બીઆરટીએસ કોરિડોર અને મેટ્રોની નીચેના ભાગમાં અલગ અલગ પ્રકારના ટ્રી પ્લાન્ટસ કરાશે. એક અંદાજ મુજબ 1 લાખ થી દોઢ લાખ ટ્રી પ્લાન્ટ અહીં કરવામાં આવશે. જે રુટ પરથી વીવીઆઇપી અને વીઆઇપી સહિત મહાનુભાવો પ્રસાર થવાના છે. તે રુટને ગ્રીન સ્પેસ ડેવલપ કરાયો છે. ફુટપાથમાં એક અંદાજ મુજબ 10 હજાર ફુલ છોડના કુંડા મુકાશે. ચીમનભાઇ પટેલ બ્રિજ થી મોટેરા સ્ટેડિયમ સુધી પ્લામ, બોગનવેલ, ઇગ્લીશ કરણ, એક્ઝોશ, ટીકોમા, કેલિ એન્દ્રા, બોટસ પામ વગેરે 50 હજાર પ્લાન્ટસ રોપવામાં આવશે. એરપોર્ટ, ઇન્દીરા બ્રિજ, ડફનાળા સુધી કરમદા-ગેપ ફિલીંગ ફુલ છોડ પ્લાન્ટ કરાશે.

Related posts
NATIONALગુજરાતી

પીએમ મોદીની બિહારને ભેટ -કોસી રેલ મહાસેતુ સહીત 12 યોજનાઓનું લોકાપર્ણ કર્યું

પીએમ મોદીએ બિહારમાં 12થી વધુ પરિયોજનાનું લોકાર્પણ કર્યુ પીએમ મોદીની બિહારને ભેટ કોસી રેલ મહાસેતુનું લોકાર્પણ કર્યુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
NATIONALPM Modiગુજરાતી

પીએમ મોદીનો જન્મદિવસ: પીએમ મોદીના પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો જેણે દેશનું ચિત્ર બદલ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને જન્મદિવસ (PM Modi 70th birthday) પર દેશ-વિદેશના…
PM Modiગુજરાતી

લોક લાડીલા નેતા પીએમ મોદીના સફળ જીવનના 70 વર્ષ થયા પુરા - રાષ્ટ્રપતિ અને અમિત શાહ સહિતના નેતાઓએ પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ

પીએમ મોદીના 70 વર્ષ થયા પુરા 17 સપ્ટેમ્બર 1950મા તેમનો જન્મ થયો હતો તેમના જમ્ન દિવસ નિમિત્તે લાખો લોકોએ શુભેચ્છાઓ પાઠવી આ…

Leave a Reply