1. Home
  2. revoinews
  3. પીએમ મોદી ટૂંક સમયમાં ટોપ ગ્લોબલ ફંડ હાઉસેસ સાથે કરશે બેઠક
પીએમ મોદી ટૂંક સમયમાં ટોપ ગ્લોબલ ફંડ હાઉસેસ સાથે કરશે બેઠક

પીએમ મોદી ટૂંક સમયમાં ટોપ ગ્લોબલ ફંડ હાઉસેસ સાથે કરશે બેઠક

0
  • પીએમ મોદી ફંડ હાઉસેસ સાથે કરશે બેઠક
  • ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ અંગે કરશે વાત
  • કુલ 111 લાખ કરોડના રોકાણનો અંદાજ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વિશ્વના 15 સૌથી મોટા ફંડ હાઉસેસ સાથે બેઠક યોજીને દેશના માળખાગત પ્રોજેક્ટ્સમાં લાંબા ગાળાના મૂડી રોકાણને આકર્ષિત કરશે. આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે બુધવારે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ઘણાં ફંડ હાઉસ છે, જે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા ઇચ્છે છે. આ માટે તે સરકાર સાથે સંપર્કમાં છે. આ ફંડ હાઉસ ઊંચા વળતરની ઇચ્છા રાખતા નથી, પરંતુ તેઓ તેમના રોકાણો પર લાંબા ગાળાના વળતરની ઇચ્છા રાખે છે.

બજાજે કહ્યું કે, વડાપ્રધાન પોતે વિશ્વભરના 15 મોટા ફંડ હાઉસ સાથે બેઠક યોજશે. તેમની સાથે વિચાર – વિમર્શ કરશે અને તેમના મંતવ્યો સાંભળવામાં આવશે. આ ઉપરાંત બહુપક્ષીય અને દ્વિપક્ષીય ધિરાણ એજન્સીઓએ પણ સરકારી ક્ષેત્રમાં રસ દર્શાવ્યો છે. દેશમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વિસ્તૃત કરવા અને રોજગારની તકો ઉભી કરવા માટે સરકારી કર્મચારીઓએ પાંચ વર્ષના સમયગાળામાં આવા પ્રોજેક્ટ્સમાં કુલ 111 લાખ કરોડના રોકાણનો અંદાજ લગાવ્યો છે.

કાર્યબળે વર્ષ 2019થી લઈને 2025 માટેનો અંતિમ રીપોર્ટ સોંપી દીધો છે, જેમાં 7,000 પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. આ કાર્યબળનું ગઠન વડાપ્રધાનને 2019માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રના નામે આપવામાં આવેલ સંબોધન બાદ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિજ્ઞાન અને નવીનતામાં સુવ્યવસ્થિત રોકાણ માટે હાકલ કરી હતી અને કહ્યું હતું કે, આ ક્ષેત્રોમાં રોકાણ કરતી સોસાયટીઓ વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે, આમાં સહયોગ અને લોકભાગીદારી મુખ્ય ભૂમિકા નિભાવશે. મોદીએ ગ્રાન્ડ ચેલેન્જ્સ પ્રોગ્રામની વાર્ષિક બેઠક 2020ના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું હતું કે, વિજ્ઞાન અને નવીનતામાં રોકાણ કરનારા સમાજ દ્વારા ભવિષ્યનું આકાર લેવામાં આવશે.

તેમણે કહ્યું કે આ રોકાણોને લઈને અગાઉથી સારી યોજનાઓ બનાવવી જોઈએ અને અદૂરદર્શીથી આ કામગીરી કરી શકાતી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ્ય સમયે લાભ લેવા માટે અગાઉ વિજ્ઞાન અને નવીનીકરણમાં રોકાણ કરવાની જરૂર છે. નવીનતાની યાત્રાને સહકાર, લોકભાગીદારી દ્વારા આકાર આપવો જોઈએ, કારણ કે વિજ્ઞાન ક્યારેય આટલું સમૃદ્ધ થઈ શકતું નથી.

_Devanshi

LEAVE YOUR COMMENT