in , ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાની જૂની યાદો તાજી કરી

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરીને પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યાં છે. દરમિયાન ભગવાન જગન્નાથજીમાં અખૂટ શ્રદ્ધાં ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાની રથયાત્રાની શુભકામના પાઠવી હતી. તેમજ નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી કાળની રથયાત્રાને યાદ કરીને ટ્વીટ ઉપર રથયાત્રાની ફોટો પોસ્ટ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પ્રસાદ મોકલાવે છે. હાલ દિલ્હીમાં હોવા છતા પણ તેમણે અમદાવાદમા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ મોકલ્યો છે. વડાપ્રધાન મોદીએ મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરી છે. વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ મોકવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ પોતના અતિવ્યસ્ત કાર્યક્રમો વચ્ચે ભગવાનની રથયાત્રામાં પ્રસાદ મોકલાવી છે. અમદાવાદમાં ભગવાનની જગન્નાથજીની રથયાત્રામાં નરન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાને ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 

તેમણે ટ્વિટરમાં લખ્યું કે, રથયાત્રાના પાવન પર્વ પર તમામ લોકોને મારી શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથની પ્રાર્થના કરીએ અને તમામ માટે સારુ આરોગ્ય, સુખ અને સમૃદ્ઘિ માટે તેમના આર્શીવાદ માંગીએ. જય જગન્નાથ… ટ્વિટર પર તેમણે ભગવાન જગન્નાથની રથયાત્રાની તેમની જૂની તસવીરો પણ શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી બોલ્યા, “મજા આવી રહી છે, લડાઈ ચાલુ રહેશે”

રાહુલ ગાંધી બાદ હરીશ રાવતે આપ્યું કોંગ્રેસ મહાસચિવ પદેથી રાજીનામું