1. Home
  2. ગુજરાતી
  3. ખાખી ચડ્ડી પહેરવાને કારણે ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા, લોકો બોલ્યા – આરએસએસમાં જોડાઈ ગઈ કે શું?
ખાખી ચડ્ડી પહેરવાને કારણે ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા, લોકો બોલ્યા – આરએસએસમાં જોડાઈ ગઈ કે શું?

ખાખી ચડ્ડી પહેરવાને કારણે ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા, લોકો બોલ્યા – આરએસએસમાં જોડાઈ ગઈ કે શું?

0

નવી દિલ્હી: બોલીવુડ અને હોલીવુડમાં પોતાની એક્ટિંગની અદાઓથી છવાયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અવાર-નવાર ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપડા ઈન્ડિયાથી પાછી પોતાના ઘરે ન્યૂયોર્ક પહોંચી છે. તેના પછી તે સતત સમાચારોમાં છવાયેલી છે. હવે પ્રિયંકાની તેના પતિ નિક જોનાસ સાથે કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જેને કારણે તે ટ્રોલર્સના નિશાને છે. આ તસવીરો સોશયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જ્યાં લોકો તેને આરએસએસની ગણાવી રહ્યા છે.

પતિ નિક જોનાસ સાથે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાનો એવો લુંક સામે આવ્યો છે કે જેને કારણે સોશયલ મીડિયા પર તે ખૂબ ટ્રોલ થઈ રહી છે. વ્હોટ્સએપથી લઈને ટ્વિટર સુધી પ્રિયંકા ચોપડાનો આ લુક છવાયેલો છે. લોકો આ તસવીરની સાથે અલગ-અલગ પ્રકારના મીમ્સ પણ શેયર કરી રહ્યા છે. કોઈ પ્રિયંકા ચોપડાને આરએસએસની કાર્યકર્તા કહી રહ્યુ છે, તો કોઈ તેને મોહન ભાગવતની અનુયાયી ગણાવી રહ્યું છે.

પ્રિયંકા ચોપડાની આ તસવીર તેમના ફેન ક્લબે શેયર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા બ્લેક ટોપ અને ખાખી નિકર પહેરેલી દેખાઈ રહી છે. બસ આ તસવીરને જોતા જ લોકોએ તેના પર કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે. જો કે પ્રિયંકાનો લુક ઘણો કુલ લાગી રહ્યો છે.

કોઈ તેને સંઘની ઈન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી રહ્યું છે, તો એક યૂઝરે સવાલ કર્યો કે શું પ્રિયંકા ચોપડા આરએસએસની કાર્યકર્તા બની ગઈ છે? તો બીજાનું કહેવું છે કે પ્રિયંકા ચોપડા આરએસએસની શાખાની સીરિયસ મીટિંગ એટેન્ડ કરવા પહોંચી છે.

આવી ઘણી કોમેન્ટ્સની સાથે પ્રિયંકા ચોપડા ખૂબ ટ્રોલ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે ખાખી પેન્ટ સંઘનો ઓફિશિયલ ડ્રેસ હતો. જો કે આરએસએસના નવા ગણવેશમાં ચડ્ડી નહીં, પણ પેન્ટનો સમાવેશ થયેલો છે. આરએસએસનો સ્વયંસેવક માત્ર પુરુષ થઈ શકે છે.

મહત્વપૂર્ણ છે કે પ્રિયંકાની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકને માર્ગરીટા વિધ એ સ્ટ્રોના નિર્દેશક શોનાલી બેસે નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં તે દિલ ધડકને દો બાદ ફરીથી ફરહાન અખ્તરની સાથે દેખાનારી છે. જાયરા વસીમ ફિલ્મમાં તેની પુત્રીની ભૂમિકા નિભાવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code