1. Home
  2. Political
  3. UP: રાયબરેલીમાં સમાજવાદી પાર્ટીની સભામાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, મુખ્ય મહેમાન તરીકે હતું આમંત્રણ
UP: રાયબરેલીમાં સમાજવાદી પાર્ટીની સભામાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, મુખ્ય મહેમાન તરીકે હતું આમંત્રણ

UP: રાયબરેલીમાં સમાજવાદી પાર્ટીની સભામાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, મુખ્ય મહેમાન તરીકે હતું આમંત્રણ

0

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીના ઊંચાહારમાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં પહોંચ્યા તો બધા આશ્ચર્યમાં પડી ગયા. હકીકતમાં ઊંચાહારથી એસપીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનોજકુમાર પાંડેયે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રિયંકા ગાંધીને બોલાવવામાં આવ્યા હતા. મંચ પર એસપીનું પોસ્ટર પણ લગાવાવમાં આવ્યું હતું જેમાં એસપી ચીફ અખિલેશ યાદવની તસવીર હતી. આ સભા સોનિયા ગાંધીના સમર્થનમાં રાખવામાં આવી હતી.

જ્યાં એક તરફ સપા-બસપાના પ્રમુખો કોંગ્રેસ પર વાર કરવાનો એક પણ મોકો નથી છોડતા એવામાં પ્રિયંકાના સપાની જનસભામાં જવાથી રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મનોજકુમાર પાંડેયના કોંગ્રેસ સાથે સારા સંબંધો છે એટલે તેમણે પ્રિયંકાને પોતાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. સાથે જ એસપી-બીએસપીએ અહીંયાથી પોતાનો કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો અહીંયા સોનિયાને સમર્થન આપી રહ્યા છે. પ્રિયંકાએ અહીંયા સપાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.

એટલું જ નહીં પરંતુ, પ્રિયંકા ગાંધીના કાફલામાં પણ અખિલેશ યાદવના સમર્થકો લાલ ટોપી પહેરેલા જોવા મળ્યા. એક દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીનું આ નિવેદન ઘણું ચર્ચામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ઘણી સીટ્સ પર બીજેપીની હાર સુનિશ્ચિત કરવા માટે તેમના વોટ કાપે તેવા ઉમેદવારો ઊભા કર્યા છે.

LEAVE YOUR COMMENT