1. Home
  2. Political
  3. પ્રચાર અભિયાનમાં રાહુલ ગાંધીને ઢાંકી દેશે પ્રિયંકા ગાંધી, યુપી બહાર 100થી વધુ રેલી કરશે!
પ્રચાર અભિયાનમાં રાહુલ ગાંધીને ઢાંકી દેશે પ્રિયંકા ગાંધી, યુપી બહાર  100થી વધુ રેલી કરશે!

પ્રચાર અભિયાનમાં રાહુલ ગાંધીને ઢાંકી દેશે પ્રિયંકા ગાંધી, યુપી બહાર 100થી વધુ રેલી કરશે!

0

તાજેતરમાં યુપીમાં જોરદાર ચૂંટણી પ્રચાર અને રોડ શૉ કરનારા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીમાં પાર્ટી પ્રભારી પ્રિયંકા ગાંધી હવે પોતાનું પ્રચાર અભિયાનને અન્ય રાજ્યોમાં રેલીઓ દ્વારા વધુ વ્યાપક બનાવશે. કોંગ્રેસ સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ મુજબ, દેશભરના એવા લોકસભા મતવિસ્તારોની યાદી તૈયાર કરાઈ રહી છે કે જ્યાં પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે.

એક કોંગ્રેસી નેતાનું કહેવું છે કે જમીની રિપોર્ટના આધાર પર યાદી તૈયાર કરાઈ રહી છે અને તેમને થોડા સહારાની જરૂરત છે. પાર્ટીએ યુપી સહીત આખા દેશમાં પ્રિયંકા ગાંધીની લગભગ 100 રેલીઓ આયોજીત કરવી યોજના બનાવી છે.

હજી સુધી પ્રિયંકા ગાંધી પ્રચાર માટે યુપીમાંથી બહાર ગયા નથી. જો કે તે ચોથી એપ્રિલે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના નામાંકનમાં સામેલ થવા માટે કેરળ વાયનાડ ગયા હતા. પ્રિયંકા ગાંધી કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રેલીઓ કરી શકે છે. કોંગ્રેસના તમામ પ્રદેશ એકમો વોટરોને લોભાવવા માટે પોતાના રાજ્યમાં તેમની રેલીની માગણી કરી રહ્યા છે.

એક કોંગ્રેસી નેતાએ કહ્યુ છે કે પ્રિયંકા ગાંધીને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે, તેને જોઈને કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા પોતાના ક્ષેત્રમાં તેમની રેલી આયોજીત કરવા માંગે છે. જો કે તેમનું તમામ સ્થાનો પર જવાનું સંભવ નથી. માટે એ બેઠકોની યાદી બનાવાઈ રહી છે કે જ્યાં તેમના જવાથી પરિણામ આપણા પક્ષમાં આવવાની આશા છે.

કોંગ્રેસ યુપીની જેમ જ દેશના અન્ય હિસ્સાઓમાં પણ પ્રિયંકા ગાંધીની મહિલાઓ અને સ્ટૂડન્ટ્સની સાથે સંવાદ કરવાની પણ યોજના બનાવી રહી છે. હાલ કોંગ્રેસ મહાસચિવનું સમગ્ર ધ્યાન યુપી પર છે અને તે અલગ-અલગ મતવિસ્તારોમાં રોડ શો કરી રહ્યા છે.

કોંગ્રેસે હજી સુધી યુપીની કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા નથી, જેવું આ કામ પૂર્ણ થઈ જશે કે પ્રિયંકા ગાંધી આગામી સપ્તાહથી તેમના સમર્થનમમાં તાબડતોબ રેલીઓ કરવાનું શરૂ કરી દેશે. કેટલાક સ્થાનો પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સંયુક્ત રેલીઓના આયોજનની પણ યોજના બનાવાઈ રહી છે.

LEAVE YOUR COMMENT