in , ,

ઉત્તરપ્રદેશમાં ભ્રષ્ટાચાર સામે યોગી સરકાર એકશન મોડમાં : 600થી વધારે અધિકારીઓ સામે કાર્યવાહી

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે આક્રમક દિશામાં કામગીરી શરૂ કરી છે. જેના ભાગ સ્વરૂપે જ 600થી વધારે અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભ્રષ્ટ અધિકારીઓમાં ભય ફેલાયો છે. યોગી સરકારે 200 જેટલા અધિકારીઓને સ્વૈચ્છીક નિવૃત્તિ આપી છે જ્યારે 400 જેટલા કર્મચારીઓને આકરો દંડ ફટકાર્યો છે. આ અધિકારીઓનું પ્રમોશન નહીં થાય અને તેમની અન્ય સ્થળ પર બદલી કરવામાં આવી છે.

યોગી સરકાર દ્વારા મોટાભાગના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ અંગે કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે. યોગી સરકારે આ અધિકારીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી આપી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારના પ્રવક્તા શ્રીકાંત શર્માએ જણાવ્યું હતું કે, આ પહેલી સરકાર છે જેને 600 જેટલા અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 20મી જૂનના રોજ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગીએ ભ્રષ્ટ અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમજ કહ્યું હતું કે, ભ્રષ્ટ અને બેઈમાન અધિકારીઓની આ સરકારમાં કોઈ જગ્યા નથી. તેમને તાત્કાલિક વીઆરએસ આપી દેવામાં આવે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ શંકાસ્પદ ગતિવિધી ધરાવતા અધિકારીઓ અને જેમની સામે ફરિયાદ થઈ છે તેવા અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે પણ આદેશ કર્યો હતો. તેમજ અધિકારીઓને કાર્યપ્રધ્ધતિમાં સુધાર કરવા સુચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઈ-ઓફિસની કામગીરી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોમેડી જગતમાં એક અલગ ઈમેજ આપનાર ફેમસ કોમેડીયન લેડી ભારતી સિંહનો બર્થ ડે- હેપ્પી બર્થ ડે ભારતી

ગૃહમાં સાંસદોની ગેર હાજરી બની મોદીજીની નારાજગીનું કારણ