1. Home
  2. Political
  3. પુડ્ડુચેરી: વિરોધ પ્રદર્શન કરતા પ્રધાનો સાથે સીએમ નારાયણસામી કિરણ બેદીના ઘરની બહાર સુઈ ગયા!
પુડ્ડુચેરી:  વિરોધ પ્રદર્શન કરતા પ્રધાનો સાથે સીએમ નારાયણસામી કિરણ બેદીના ઘરની બહાર સુઈ ગયા!

પુડ્ડુચેરી: વિરોધ પ્રદર્શન કરતા પ્રધાનો સાથે સીએમ નારાયણસામી કિરણ બેદીના ઘરની બહાર સુઈ ગયા!

0

પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી. નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચેનો તણાવ સતત વધતો દેખાઈ રહ્યો છે. બુધવારે રાત્રે મુખ્યપ્રધાન વી. નારાયણસામી પોતાના પ્રધાનો સાથે રાજભવનની બહાર જ સુઈ ગયા હતા.

મુખ્યપ્રધાન નારાયણસામીની માગણી છે કે મફત ચોખા વહેંચવાની યોજના સહીત 39 સરકારી પ્રસ્તાવોને ઉપરાજ્યપાલ કિરણ બેદી મંજૂરી આપે. કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્ય પણ રાજભવનની બહાર થઈ રહેલા પ્રદર્શનમાં સામેલ થયા છે. રાજભવન ઉપરાજ્યપાલ કિરણ બેદીનું સત્તાવાર કાર્યાલય અને નિવાસસ્થાન છે.

આરોપ છે કે વિભિન્ન મુદ્દાઓ પર તેમની મંજૂરી માટે મોકલવામાં આવેલી ઘણી ફાઈલોને ઉપરાજ્યપાલે નામંજૂર કરી છે. તેમના આ નકારાત્મક વલણના વિરોધમાં મુખ્યપ્રધાન નારાયણસામી અને તેમના સાથી પ્રધાનો કાળા પહેરાણમાં રાજભવનની બહાર આવેલી સડક પર ધરણા પર બેઠા છે. મુખ્યપ્રધાન વી. નારાયણસામીએ કહ્યુ છે કે ગરીબો અને જરૂરિયાતમંદોના ઉત્થાન માટે સરકારી પ્રસ્તાવોને સતત નામંજૂર કરાઈ રહ્યા છે. તેઓ આનો આકરો વિરોધ કરી રહ્યા છે.

નારાયણસામીએ કહ્યુ છે કે જાગરૂકતા ફેલાવ્યા વગર કિરણ બેદીએ પોતાના તાજેતરના નિર્ણયમાં લોકો માટે હેલમેટ પહેરવી ફરજિયાત કરી દીધી છે. આ સ્પષ્ટપણે ઉપરાજ્યપાલનું મનસ્વીપણું અને લોકોની હેરાનગતિ કરવાનો મામલો લાગી રહ્યો છે. પુડ્ડુચેરીની સરકારે આના સંદર્ભે પહેલા લોકોમાં જાગરૂકતા ફેલવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઉપરાજ્યપાલની મંજૂરી માટે ગત કેટલાક સપ્તાહમાં તેમને 39 સરકારી પ્રસ્તાવો મોકલવામાં આવ્યા છે. પરંતુ તેમણે આ પ્રસ્તાવોને મંજૂરી આપી નથી.

ધરણાને કારણે ઉપરાજ્યપાલ કિરણ બેદી રાજભવનની બહાર નીકળી શકે તેમ નથી. આના સંદર્ભે તેમણે મુખ્યપ્રધાન વી. નારાયણસામીને પત્ર પણ લખ્યો છે. તેમણે આ પત્રને ટ્વિટર પર પણ શેયર કર્યો છે. તેમણે પત્રમાં કહ્યું છેકે તમારે ધરણા પર બેસવાના સ્થાને મળવું જોઈતું હતું. તમે એક પત્ર લખી શકતા હતા અને રાજભવનની નાકાબંધીથી પહેલા જવાબની રાહ જોવી જોઈતી હતી. આ નાકાબંધીના કારણે સામાન્ય જનતાને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.



જો કે આ પત્ર બાદ પણ મુખ્યપ્રધાન વી. નારાયણસામી અને તેમના પ્રધાનોએ ધરણા સમાપ્ત કરવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે જ્યાં સુધી પેન્ડિંગ ફાઈલો રિલિઝ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

LEAVE YOUR COMMENT