1. Home
  2. Political
  3. વાઈરલ વીડિયો : ઘાયલ પત્રકારને મદદ માટે આગળ આવ્યા રાહુલ ગાંધી, પહોંચાડયા હોસ્પિટલ
વાઈરલ વીડિયો : ઘાયલ પત્રકારને મદદ માટે આગળ આવ્યા રાહુલ ગાંધી, પહોંચાડયા હોસ્પિટલ

વાઈરલ વીડિયો : ઘાયલ પત્રકારને મદદ માટે આગળ આવ્યા રાહુલ ગાંધી, પહોંચાડયા હોસ્પિટલ

0

સોશયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક ઘાયલ પત્રકારને કારમાં બેસીને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ પત્રકારના ચહેરા પર રૂમાલ પણ ફરેવ્યો હતો. પત્રકારને માથા પર ઈજા થઈ હતી અને ત્યાં પણ રાહુલ ગાંધી રૂમાલ ફેરવ્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધીને પત્રકાર ફરીથી રૂમાલ ફેરવવા માટે કહે છે. બાદમાં ઘાયલ પત્રકાર એમ પણ જણાવે છે કે સર, આ વીડિયોને તે પોતાની ચેનલના સાથીદારોને મોકલશે. આ વાત સાંભળીને રાહુલ ગાંધી હસી પડે છે.

સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ઘાયલ થયેલા પત્રકારનું નામ રાજેન્દ્ર વ્યાસ છે. તેઓ રાજસ્થાનના વતની છે. સેન્ટ્રલ દિલ્હીમાં તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. હુમાયૂં રોડની નજીક એક પેટ્રોલ પંપ પરથી પસાર થઈ રહેલા રાજેન્દ્ર વ્યાસની સ્કૂટી સ્લિપ થઈ ગઈ અને તેઓ પડી ગયા હતા.

ત્યારે રાહુલ ગાંધીનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો તો. આ ઘટના જોઈને રાહુલ ગાંધી પોતાની કારમાંથી ઉતર્યા અને પત્રકારને પોતાની ગાડી દ્વારા એમ્સ લઈ ગયા હતા. બાદમાં તેઓ ત્યાંથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. સોશયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેયર કરીને રાહુલ ગાંધીના વખાણ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલીવાર નથી કે જ્યારે રાહુલ ગાંધીએ કોઈ પત્રકારની મદદ કરી છે. આના પહેલા ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ખાતે ફોટો જર્નાલિસ્ટ રાહુલ ગાંધીનો કાર્યક્રમ કવરકરવા માટે ગયો હતો અને તે સીડીઓ પરથી ગબડી પડયો હતો. રાહુલ ગાંધીએ આ જોયું અને તેઓ પત્રકારની પાસે ગયા અને તેમને મદદ કરી હતી. સોશયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી દ્વારા પત્રકાર પ્રત્યે દાખવવામાં આવેલી સૌજન્યતાના ત્યારે વખાણ કર્યા હતા.

તાજેતરમાં ઘાયલ પત્રકારને હોસ્પિટલ પહોંચાડી રહેલા રાહુલ ગાંધીના વીડિયોના પણ વખાણ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા અજય માકને લખ્યું છે કે રાહુલ ગાંધીની અંદર આવા માનવીય મૂલ્યો છે અને તેઓ ઘણીવાર આવું કામ કરી ચુક્યા છે. પરંતુ તેઓ આ બધાંનો પબ્લિસિટી માટે ઉપયોગ કરતા નથી.

LEAVE YOUR COMMENT