1. Home
  2. Political
  3. સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સાથે જી-20ના ડેલિગેટ્સને મળ્યા રાહુલ ગાંધી
સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સાથે જી-20ના ડેલિગેટ્સને મળ્યા રાહુલ ગાંધી

સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સાથે જી-20ના ડેલિગેટ્સને મળ્યા રાહુલ ગાંધી

0

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ખાસા સક્રિય થઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણીથી અલગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બિનરાજકીય મુલાકાતો પણ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે જી-20 દેશો અને પાડોશી દેશોના રાજદ્વારીને બપોરના ભોજન વખતે મળ્યા હતા. તે વખતે રાહુલ ગાંધીની સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીની જી-20 દેશોના રાજદ્વારીઓ સાથેની મુલાકાતનો કાર્યક્રમ પહેલા 15મી ફેબ્રુઆરીએ યોજાવાનો હતો. પરંતુ 14મી ફેબ્રુઆરીએ પુલવામા આતંકવાદી હુમલા બાદ તેને રદ્દ કરવામાં આવ્યો હતો. બાદમાં છઠ્ઠી માર્ચે બપોરના ભોજન સમયે જી-20 દેશોના ડેલિગેટ્સ સાથેની રાહુલ ગાંધીની મુલાકાતનું આયોજન કોંગ્રેસના વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

જી-20 દુનિયાના કેટલાક મુખ્ય શક્તિશાળી દેશોનું સંગઠન છે. તેમાં ભારત સિવાય અમેરિકા, ફ્રાંસ, આર્જેન્ટિના, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ છે.

માનવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુલાકાત દરમિયાન જી-20 દેશોના પ્રતિનિધિઓની સમક્ષ પ્રવર્તમાન વિદેશ નીતિને લઈને પોતાની વાત રજૂ કરી હતી.

આ પહેલા પણ કોંગ્રેસ અધ્યક્ષ ઘણાં વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. કોઈપણ વિદેશી રાષ્ટ્રપ્રમુખ જ્યારે ભારતની મુલાકાતે આવે છે, ત્યારે સામાન્ય શિષ્ટાચાર મુજબ વડાપ્રધાનની સાથેની મુલાકાત બાદ મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા સાથે પણ મુલાકાત કરે છે. તેના સિવાય રાહુલ ગાંધી પોતાની વિદેશ યાત્રા દરમિયાન પણ ઘણાં વિદેશી નેતાઓને મળી ચુક્યા છે.

LEAVE YOUR COMMENT