1. Home
  2. Political
  3. રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે દાખલ કર્યું નામાંકન, બાળકો સાથે બહેન પ્રિયંકા ગાંધીએ લીધી સેલ્ફી
રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે દાખલ કર્યું નામાંકન, બાળકો સાથે બહેન પ્રિયંકા ગાંધીએ લીધી સેલ્ફી

રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે દાખલ કર્યું નામાંકન, બાળકો સાથે બહેન પ્રિયંકા ગાંધીએ લીધી સેલ્ફી

0

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પોતાની પરંપરાગત બેઠક અમેઠીથી નામાંકન દાખલ કર્યું છે. રાહુલ ગાંધી સાથે નામાંકન દાખલ કરતી વખતે તેમના જીજાજી રોબર્ટ વાડ્રા, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના બંને બાળકો પણ સાથે હતા. નામાંકન ભરતા પહેલા યોજવામાં આવેલા રોડ શોમાં રાહુલ ગાંધી સાથે રોબર્ટ વાડ્રા, પ્રિયંકા ગાંધી અને તેમના બંને બાળકો પણ હતા.

રાહુલ ગાંધીના નામાંકન બાદ એક એવી તસવીર સામે આવી, જે સોશયલ મીડિયા પર વાઈરલ થઈ છે. આ તસવીરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના બાળકો સાથે સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બંને તસવીરોને શેયર કરી છે. તેમા પ્રિયંકા (ગાંધી વાડ્રા) પોતાના પુત્ર રેહાન (વાડ્રા) અને પુત્રી મિરાયા (વાડ્રા) સાથે સેલ્ફી લઈ રહ્યા છે. કોંગ્રેસે કેપ્શન લખ્યું છે કે પોતાના બાળકો સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ટ્વિટને રિટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે આ તસવીર એનાથી પણ સારી છે, જે સેલ્ફી મે મારા ફોનમાં લીધી છે.

મહત્વપૂર્ણ છે કે રોડ શૉ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન અને પુત્રી મિરાયા પણ હાજર હતા. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી રોડ શૉમાં પુત્ર રાહુલ ગાંધી સાથે હાજર ન હતા. પરંતુ બાદમાં નામાંકન વખતે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે હતા.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુ એક ટ્વિટ કરીને લખ્યું છે કે કેટલાક સંબંધો દિલના હોય છે, આજે ભાઈના નામાંકન માટે આખો પરિવાર હાજર હતો. મારા પિતાની આ કર્મભૂમિ હતી, અમારા માટે પવિત્ર ભૂમિ છે.

આ પહેલા રેહાન અને મિરાય વાડ્રા ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યા છે. પરંતુ આવા પ્રકારે કોઈ મોટા રાજકીય કાર્યક્રમમાં પહેલીવાર જ તેઓ દેશની જનતાની સામે આવ્યા છે. આ કારણ રહ્યું છે કે સોશયલ મીડિયા પર પણ બંનેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

રાહુલ ગાંધી અમેઠીથી ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે અને ચોથીવાર તેઓ અમેઠી પરથી કિસ્મત અજમાવી રહ્યા છે. ભાજપે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર રાહુલ ગાંધી સામે ઉતાર્યા છે. 2019માં રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠી બેઠક પરથી ચૂંટણી જીતી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે સ્મૃતિ ઈરાની ગુરુવારે અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરવાના છે.

અમેઠી લોકસભા બેઠક ગાંધી પરિવારનો ગઢ ગણાય છે. અહીંથી રાહુલ ગાંધી સિવાય કાકા સંજય ગાંધી અને પિતા રાજીવ ગાંધી તથા માતા સોનિયા ગાંધી પણ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

LEAVE YOUR COMMENT