1. Home
  2. Political
  3. રાહુલ ગાંધીની “અલ્ટીમેટ કોમેડી”, વીડિયો થયો વાઈરલ
રાહુલ ગાંધીની “અલ્ટીમેટ કોમેડી”, વીડિયો થયો વાઈરલ

રાહુલ ગાંધીની “અલ્ટીમેટ કોમેડી”, વીડિયો થયો વાઈરલ

0

નવી દિલ્હી : રાહુલ ગાંધીનો એક વીડિયો હાલ સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કેરળમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીનો વીડિયો સોશયલ મીડિયામાં ઈન્ટરનેટ યૂઝર્સ માટે મજાકનું કારણ બન્યો છે.

રાહુલ ગાંધીના ભાષણનો અનુવાદ કરવા માટે એક સ્થાનિક ભાષાંતરકારને મંચ પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે કંઈક એવું થયું કે રાહુલ ગાંધીની વાતોને તેમનો અનુવાદક એક વખતમાં સાંભળી શકતો ન  હતો. તેના કારણે તે યોગ્ય રીતે તેનો અનુવાદ કરી શકતો ન હતો.

ભાષાંતરકારને વારંવાર રાહુલ ગાંધીને પુછવું પડતું હતું કે તેઓ શું બોલી રહ્યા છે. એક વખત તો એવું થયુ કે અનુવાદકે પોતાનું માઈક હટાવી દીધું અને વગર માઈકે જ તેમના ભાષણનું ભાષાંતર કરવા લાગ્ય અને વચ્ચે રાહુલ ગાંધીએ તુરંત માઈક ખેંચીને ટ્રાન્સલેટરની સામે કરી દીધું હતું. આ આખો ઘટનાક્રમ પાંચ મિનિટ સુધી ચાલ્યો જેમાં આખરમાં રાહુલ ગાંધી નાખુશ દેખાય છે.

આ વીડિયો જોતજોતામાં સોશયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. લોકો આની ખાસી મજા પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયોને શેયર કર્યો છે. તેના પર તેમણે લખ્યું છે કે અલ્ટીમેટ કોમેડી. તેના કેપ્શનમાં કેન્દ્રીય પ્રધાને લખ્યું છે કે રાહુલ ગાંધીના પાયાવિહોણા આરોપ માત્ર સમજવામાં કઠિન નથી, પરંતુ તેનો અનુવાદ પણ બેહદ મુશ્કેલ છે.

આ સંબોધનમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં રફાલ મુદ્દા પર વડાપ્રધાન મોદીને ઘેરવાની કોશિશ કરી હતી. તે વખતે તેમણે અનિલ અંબાણીનું નામ લઈને પીએમ મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે અનિલ અંબાણીને એરક્રાફ્ટ બનાવવાનો કોઈ અનુભવ નથી. પરંતુ પીએમ મોદીએ તેમને રફાલ એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ આપી દીધો.

LEAVE YOUR COMMENT