REGIONALગુજરાતી

અમદાવાદમાં શ્રાવણીયો જુગાર રમતા 58 શકુની ઝડપાયાં : 17 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદઃ શહેરમાં જન્માષ્ટ્રમીના તહેવારમાં જુગાર રમવા માટે કેટલાક જુગારીઓએ તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ પોલીસે પણ ગુજરાતીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. શહેરના વિવિધ ફાર્મ હાઉસ અને કબલ સહિતના સ્થળો ઉપર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન શહેરના છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડા પાડી 58 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા લીધા છે. તેમજ શ્રાવણીયો જુગાર રમતા શખ્સો પાસેથી 17 લાખ 3 હજારથી વધુનાં કુલ મુદામાલ સાથે 2.66 લાખની રોકડ રકમ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા.

અમદાવાદનાં સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ ઉપર રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સિંગલ ચાલીમાં ધમધમતા જુગારધામ ઉપર છાપો મરતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.  અહીં 58 જેટલા શખ્સો જુગાર રમતા જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તમામ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જુગારીઓ પાસેથી 2.66 લાખની રોકડ, 67 મોબાઈલ , 27 જેટલા ટુ વ્હીલર અને 2 કાર પણ મુદ્દામાલમાં જપ્ત કરી હતી. પોલીસની તપાસ પ્રાથમિક તપાસમાં આ જુગારધામ હર્ષદ ઉર્ફે મુંગડા નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ચલાવતો હોવાનું ખૂલ્યું છે. પોલીસના દરોડા પડતાં જ તે ફરાર થઈ ગયો હતો. જોકે હાલ તો પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી હર્ષદને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Related posts
NATIONALગુજરાતી

ટેરર ફંડિગ મામલે જમ્મૂ કાશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા

આતંકીઓને નાણાં ભંડોળ પૂરી પાડતી NGO સામે NIAની લાલ આંખ આતંકીઓના નાણાં આપતી NGOના 10 ઠેકાણે NIAના દરોડા જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ…
REGIONALગુજરાતી

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેસ પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવું નજરાણું હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ આકાર લેશે તેના અંતર્ગત રિવરફ્રન્ટને…
REGIONALગુજરાતી

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

ગુજરાતીઓની આતુરતાનો આજે આવશે અંત આજે સી પ્લેન અમદાવાદ પહોંચી જશે PM મોદી 31મી ઑક્ટોબરે સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો…

Leave a Reply