1. Home
  2. ગુજરાતી
  3. રેલ્વેની નવી ઉપલબ્ધિ – ડિઝલ અને વિજળી વગરની ટ્રેનનું સફળ પરિક્ષણ – બેટરીથી ચાલતા એન્જિનનું નિર્માણ કરાયું
રેલ્વેની નવી ઉપલબ્ધિ – ડિઝલ અને વિજળી વગરની ટ્રેનનું સફળ પરિક્ષણ – બેટરીથી ચાલતા એન્જિનનું નિર્માણ કરાયું

રેલ્વેની નવી ઉપલબ્ધિ – ડિઝલ અને વિજળી વગરની ટ્રેનનું સફળ પરિક્ષણ – બેટરીથી ચાલતા એન્જિનનું નિર્માણ કરાયું

0
  • રેલ્વેની નવી ઉપલબ્ધિ
  • બેટરીથી ચાલતી ટ્રેનનું નિર્માણ કરાયું
  • મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને જાણ કરી
  • બેટરીથી ચાલનારા એન્જિનનું કરવામાં આવ્યું નિર્માણ

કોરોના સમયે ભારતીય રેલ્વે એક પછી એક નવી ઉપલબ્ધીઓ પોતાના નામ કરી રહી છે,હવે ટ્રેનના એન્જિનને દોડાવવાના ક્ષેત્રમાં રેલ્વે એ એક પગલું આગળ ભર્યું છે,ભારતીય રેલવે એ હવે બેટરીથી ચાલનારું એન્જિન વિકસાવ્યું છે,અને તેનું સફળ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે,હવે થોડા જ દિવસોમાં આ ટ્રેન રેલ્વેના પાટા પર ઉતારવામાં આવશે,જે રેલ્વે માટે એક મોટી ભેટ હશે.

રેલ્વેના જણઆવ્યા અનુસાર આ એન્જિનનું નિર્માણ વિદ્યુત અને ડિઝલની ઉપજને બચાવવા માટે કરવામાં આવ્યું છે,ઈન્ડિયન રેલ્વેએ જણાવ્યું કે, પશ્વિમ મધ્ય રેલના જબલપુર મંડલમાં બેટરીથી ચાલનારી ડબલ મોડ શર્ટિંગ લોકો નવદુતનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું પરિક્ષણ સફળ રહ્યું છે,બેટરીથી ઓપરેટ થનાર આ લોકો ડિઝલની બચતની સાથે-સાથે પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ એક યોગદાન સાબિત થશે.

રેલ્વે મંત્રી પીયુષ ગોયલએ ટ્વિટ કરીને કહ્યું કે, “બેટરીથી ચાલનારી આ લોકો એક ઉજ્જવળ ભવિષ્યનો સંકેત દર્શાવે છે,જે ડિઝલ સાથે વિદેશી મુદ્રાની બચત તથા પર્યાવરણ સંરક્ષણમાં એક મોટૂં પગલું હશે”.

હાલમાં જ રેલ્વેએ સોલર પાવરથઈ વિજળીથી ચલાવવાની વાત કરી છે,રેલ્વે વિભાગએ આ માટેની સમગ્ર તૈયારીઓ કરી લીધી છે,મધ્ય પ્રદેશના બીના માં રેલ્વેએ આ માટે સોલર પાવર પ્લાન્ટને તૈયાર કર્યો છે,જેમાં 1.7 મેગા વોટની વિજળી ઉત્તપન્ન થશે અને સીધે સીધી ટ્રેનોના ઓવર હેડ સુધી પહોંચશે,રેલ્વેનો એવો દાવો છે કે,ભારત આમ કરનાર વિશ્વનો પહેલો દેશ છે,આ પહેલા રેલ્વેના ઈતિહાસમાં આ પ્રકારનું કાર્ય કોઈ પણ દેશ એ કર્યું નથી.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.