1. Home
  2. Regional
  3. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ 3 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ 3 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ 3 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી

0

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે રાજ્યભરમાં મેઘાવી માહોલ સર્જાયો છે અને અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં વરસાદ પડી રહ્યો હોવાથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 24 કલાક દરમિયાન 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમજ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના આગમન સાથે જ કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોએ રાહત મેળવી છે. આ ઉપરાંત ખેડૂતો પણ વાવણી યોગ્ય સમયે થઈ રહી હોવાને કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  આ ઉપરાંતગુજરાતનું વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયુ બની રહેશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં સવારે સુધીમાં ગિરસોમનાથ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કોડીનારમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી પડ્યો છે. અમરેલીના ગીર પંથકમા વરસી રહેલા વરસાદને કારણે લોર અને લિંગાળા તેમજ ફાચરિયા ગામની સ્થાનિક નદી અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. વહેલી સવારથી જ અહીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે એનડીઆરએફની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની એનડીઆરએફની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે.

tags:

LEAVE YOUR COMMENT