1. Home
  2. Regional
  3. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

0

અમદાવાદઃ ગુજરાતમાં આકાશમાંથી વરસી રહેલી આગ ઓકતી ગરમીથી ત્રોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના લોકોને હવે ગરમીથી આંશિક રાહત મળે તેવી શકયતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 12 અને 13 જૂન કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ હળવા દબાણ આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો તરફ આગળ વધીને ચક્રવાતમાં પરિવર્તિત થશે.

રાજ્યમાં આગામી તા. 20મી જૂનથી ચોમાસુ સક્રીય થવાની શકયતા છે. ત્યારે પ્રિ-મોનસુન એક્ટીવિટી શરૂ કરી છે. દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ચક્રવાતમાં ફેરવાય એવી સંભાવના છે. આગામી ચાર દિવસમાં આ ચક્રવાત ગોવા, મુંબઇ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઇ વિસ્તારોને ધમરોળે એવી શક્યતા છે. જેના કારણે આગામી 12 અને 13 જૂને સુરત તથા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે. મંગળવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં સાત શહેરોમાં ગરમીનો પારો રવિવારે 43 ડિગ્રી પાર કરી ગયો હતો અને આગામી 24 કલાક રાજ્યમાં હીટવેવનું જોર યથાવત્ રહેશે જ્યારે 12 અને 13 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું આગમન થતાં ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

LEAVE YOUR COMMENT