in ,

વાયુની અસરથી રાજ્યના 114 તાલુકામાં વરસાદઃ બેના મોત

અમદાવાદઃ અરબી સમુદ્વમાં સર્જાયેલા વાયુ વાવાઝોડુંની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી હતી. તેમજ રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારથી ગીરસોમનાથના કોડીનાર સહિતના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.

વાયુ વાવઝોડાની અસરના કારણે રાજકોટના ગોંડલમાં પણ વરસાદ પડ્યો હતો. હાલ ગોંડલના ગામડાઓમાં વરસાદી માહોલ બનેલો છે. ત્યાં હાલ ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડી સાંજથી ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી હાલ ડિવાઈડર ઉપર પાણી ઘૂસી આવ્યા છે. અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ છે. તોફાની પવનના કારણે વહીવટીતંત્ર સાબદું બન્યુ છે.

અમરેલી સહીત વડીયા, ખાંભા, રાજુલા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. સુત્રાપાડામાં સૌથી વધુ વરસાદ 140 મી.મી, તાલાલામાં 129 મી.મિમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં 393 મી.મી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. રાત્રીના 12થી 6 દરમિયાન વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં શાળાઓ અને એસટીબસ બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદ સાથે વાવાઝોડાની ભીતિના પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં દોડતી એસટી તંત્રની 2498 ટ્રીપો કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં મુસાફરો રઝળી પડયા હતા.

છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 30 મિમી, બાબરામાં 12 મિમી, બગસરામાં 10 મિમી, ધારીમાં 21 મિમી, જાફરાબાદમાં 46 મિમી, ખાંભામાં 35 મિમી, લાઠીમાં 30 મિમી, લીલીયામાં 22 મિમી, રાજુલામાં 44 મિમી, સાવરકુંડલામાં 29 મિમી, વડીયામાં 25 મિમી વરસાદ નોંધાયો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઢડામા ગઈકાલ અને આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. જિલ્લામાં 24 કલાકમાં બોટાદમાં 14, ગઢડા 48, બરવાળા 19, રાણપુર 23 મીમી વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહ રહેશે યથાવત, 2020માં નવા પાર્ટી પ્રમુખની શક્યતા

વાયુ વાવાઝોડાની સાઈડ ઈફેક્ટઃ ગુજરાતમાં ચોમાસુ ખેંચાવાની શકયતા