REGIONALગુજરાતી

ગુજરાતના 179 તાલુકામાં વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

  • વલસાડના ઉમરગામમાં 5 ઈંચ વરસાદ
  • છ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 179 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજા મહેરબાન થયા હોવાનું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફને લીધે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, તેમજ 3 દિવસ દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મોટાભાગના શહેરો-નગરોમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો. સવારે બે કલાકમાં જ રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 179 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરગામ 5 ઇંચ, સુરતના કામરેજમાં અઢી ઇંચ, ઉમરપાડા અને નવસારીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડા અને વડોદરાના પાદરામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો.

દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મોન્સૂન ટ્રફ બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેથી 3 દિવસ દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ…
REGIONALગુજરાતી

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી…
REGIONALગુજરાતી

છોટાઉદેપુરમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન, કોવીડ સેન્ટરમાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાણીતી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી સ્થિત કોવીડ સેન્ટરમાં આગ લાગવાની…

Leave a Reply