1. Home
  2. Regional
  3. ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ

0

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાંથી વરસી રહેલા કાચા સોનાના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું જોર ધીમે ધીમે ઓછું થતું જોય છે જોકે, તેની અસરના પગલે રાજ્યભરમાં વાતાવરણમા પલટો આવ્યો છે. અને ઠેકઠેકાણે ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. રાજકોટ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ જોવા મળી હતી. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે.

આ ઉપરાંત જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો છે. રાજ્યમાં હાલ વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કાચું સોના સમાન સાબિત થશે. આખી રાત વરસાદી માહોલ વચ્ચે સવારથી કેટલાક વિસ્તારોમાં મેઘો મડાયો હતો.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અંબાજી પંથકમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો જ્યાં સૌથી વધારે વાયુનો ભય રહ્યો હતો. જોકે, મોડી રાતથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. નલિયાને ટકાઇને વાયુ પરિવર્તિ થયું હતું. આગામી સમયમાં તેની અસરો જોવા મળશે એવું હવામાન ખાતું જણાવી રહ્યું છે. ડિપ્રેશનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT