in ,

કેશોદમાં કમોસમી વરસાદઃ માર્કેટયાર્ડમાં રખાયેલી મગફળીનો જથ્થો પલળ્યો

  • બે હજાર બોરી મગફળી પલળી?
  • તંત્રની બેદરકારી આવી સામે
  • આગોતરૂ આયોજન નહીં કરાયાનો આક્ષેપ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેશોદમાં કમોસમી વરસાદ પડતાં માર્કેટયાર્ડમાં મગફળીનો માટો જથ્થો પલળી ગયો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભર શિયાળે જૂનાગઢના માળિયા હાટિના અને અને કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માળિયા હાટીના અને કેશોદમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વરસાદના કારણે ખેડૂતોનો શિયાળું પાક બળી જાય તેવી ભીતિ છે. આ પંથકમાં ખેડૂતોએ ડંગળી, ધાણા, ઘઉના પાકને આ વરસાદના કારણે નુકશાનીની ભીતિ છે. કેશોદ માર્કેટયાર્ડ ખાતે વરસાદ પડતા આશરે 2000 બોરી મગફળી પલળી ગઈ હોવાનું જાણવા મળે છે.  મગફળી ઢાંકવા માટે લાવવામાં આવેલી તાલપત્રી ટૂકી પડતા પલળી ગઈ હતી. વાતાવરણમાં પલટો આવ્યો હોવા છતાં પૂર્વ આયોજન ન કરાતાં મગફળી પલળી હતી. વરસતા વરસાદની વચ્ચે ટ્રકોમાં મગફળી ભરીને ગોડાઉનમાં લઈ જવામાં આવી હતી, ત્યારે આ મગફળીના જથ્થાનું શું થશે તેના વિશે પણ સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સરકાર અર્થતંત્રને વેગ આપવા વધુ ઉપાયો કરશે: નિર્મલા સીતારમણ

તિહાડ જેલમાંથી બહાર આવશે ચિદમ્બરમ, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન