in ,

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ઉંઝામાં અઢી ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયા બાદ ઉત્તર ગુજરાતની પ્રજા મેઘરાજાના પધરામણીની રાહ જોતી હતી. દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ગોંડલ અને ભાવનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઉંઝામાં 66 મીમી અને ભાવનગરના વલ્લભીપુરમાં 56 મીમી વરસાદ ખાબક્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં 2.5 ઇંચ, વલ્લભીપુરમાં 2.15 ઇંચ, પાટણમાં 2 ઇંચ, બરવાળામાં 2 ઇંચ, ઉમરગાંમમાં પોણા 2 ઇંચ, પાટણમાં પોણા 2 ઇંચ, ધંધુકામાં 1.5, રાધનપુરમાં 1.5, સુઇગામમાં 1.5, મહેસાણા 1.5, હાંસોટ 1.5, વાકાનેર અને સિદ્ધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તા. 4 જૂલાઇએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત તા. 5, 6 અને 7 જૂલાઈએ રાજ્યના આમંજ, ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે. દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત મંગળવારે રાતે અમદાવાદના કેટલાગક વિસ્તારમાં ભારે વરસાદ વરસતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં તસ્કરો બેફામ બન્યાં : ATM તોડીને કરી લાખોની ચોરી

બાંગ્લાદેશને પરાસ્ત કરીને ટીમ ઈન્ડિયાનો વિશ્વકપના સેમિફાઈનલમાં પ્રવેશ