1. Home
  2. Regional
  3. સુરતમાં મેઘરાજાની પધરામણીઃ વાવાઝોડુની શકયતાને પગલે તંત્ર સાબદુ કરાયું
સુરતમાં મેઘરાજાની પધરામણીઃ વાવાઝોડુની શકયતાને પગલે તંત્ર સાબદુ કરાયું

સુરતમાં મેઘરાજાની પધરામણીઃ વાવાઝોડુની શકયતાને પગલે તંત્ર સાબદુ કરાયું

0

સુરતઃ દક્ષિણ ભારતના કેરલમાં ચોમાસાના આગમન બાદ દેશના અન્ય રાજ્યોમાં ચોમાસાના આગમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદી છાંટા પડતા મેઘરાજાની પધરામણી થઈ હતી. ભારે પવન સાથે હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શખયતા છે.

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન સુરતમાં સમી સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને ઠંડા પવનો ફૂકાયા હતા. વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. એક બે દિવસમાં સુરત બાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શખયતા છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયા ખેડવા માટે મનાઇ ફરમાવામાં આવી છે. 

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની શકયતાને પગલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. વાવાઝોડુ હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી દૂર લક્ષદ્વીપ ટાપુની આસપાસ છે અને તે સરેરાશ 30થી 50 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. તા. 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે  વરસાદ પડવાની શકયતા છે.

વાવાઝોડાની શકયતાને પગલે સરકારે બચાવ કામગીરી માટેના પગલાંની સમીક્ષા શરૂ કરી છે. ગુજરાત સરકારના મહેસૂલ સચિવ પંકજ કુમારે કરેલી સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે બચાવ માટે એનડીઆરએફની ટુકડ઼ીઓ, નૌકાદળ, એરફોર્સ, લશ્કર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ ઉપરાંત સ્થાનિક સત્તાતંત્ર અને પોલીસ તંત્રની મદદ પણ લેવાઇ રહી છે. મહેસૂલ સચિવે સરકારના ઉર્જા, માર્ગ અને મકાન, કૃષિ, આરોગ્ય, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે પણ સંકલન કરીને બચાવ અને રાહત કામગીરી તથા સંબંધિત વિસ્તારના લોકોને સાવચેત કરવા માટે જણાવ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT