in ,

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ ઊના, ખાંભા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ

  • રાજકોટના વાતાવરણમાં આવ્યો પલટો
  • ગીર પંથકના ઉમેજ ગામમાં મકાન થયું ધરાશાયી
  • મોરબીમાં બે બાળકોના તળાવમાં ડૂબી જતા મોત

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી હતી. જ્યારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દરમિયાન મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા 2 બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.

ગીરસોમનાથના ઊનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉમેજ, કાંધી અને ભાચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કોડીનારનાં ઘાટવડ, નગડલા અને જામવાળા સહિતના ગીરના ગામોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાસલી, ટીમડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખાંભા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ખાડધાર, બોરાળા, ચક્રવા, ધૂધવાના, ડેડાણ, ત્રાકુંડા, જામડા અને બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ઉમેજમાં એક મકાન ધરાશાયી થયું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત મોરબીનાં બરવાળામાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જેને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વિધાનસભા ચૂંટણી: 21 ઑક્ટોબરે મહારાષ્ટ્ર-હરિયાણામાં વોટિંગ થશે, 24 ઑક્ટોબરે પરિણામ

ફાંસી ઘરની જમીન હડપવાનો મામલો: સાંસદ આઝમ ખાનની દિવંગત માતા વિરુદ્વ પણ કેસ દાખલ