in ,

વાયુની અસરઃ રાજ્યના 17થી વધારે જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ રાજ્યના 17થી વધારે જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ડાંગમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પણ ધૂળની ડમરીઓ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાં તા. 15મી સુધી વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

વાયુ વાવાઝોડાની સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયાં હતા તો પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. રાજ્યના ૧૭થી વધુ જિલ્લામાં વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં મોડી સાંજથી લાઈટ બંધ થઈ જતાં લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં હતા.

સૌથી વધુ ડાંગ જિલ્લામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો તો તો, સાંબરકાંઠા, અરવલ્લી, તાપી, જામનગર, દ્વારકા તેમજ ગાંધીનગરમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના રાજ્ય કંન્ટ્રોલરૂમે જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડતાં લોકો ઘરમાં પૂરાવા લાગ્યાં હતા. તો વળી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયાં હતા.

શહેરના જુહાપુરા, નરોડા, ઓઢવ, રાણીપ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, એરપોર્ટ રોડ પર વરસાદ પડયો હતો. વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાં રાહત થઈ છે. શહેરમાં નિકોલ, પાલડી, અમરાઈવાડી અને વસ્ત્રાપુરમાં મળીને કુલ ૪ વૃક્ષ ધરાશાયી થયા હતા. બીજી તરફ બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિંમતનગર, શામળાજી, મહેસાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ તુટી પડયો હતો. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

વાયુની ઈફેક્ટથી ઉત્તર ગુજરાત અને ચરોતરમાં પણ વાતાવરણ પલટાતાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. સાબરકાંઠા-અરવલ્લી, પાલનપુર, ખેડા-આણંદ, કલોલમાં અને પાલનપુરમાં પણ વરસાદી ઝાપટાં પડયાં હતાં. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લાઈટો ડૂલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. ઠેરઠેર ઝાડ પડતાં રસ્તા પર અડચણો સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટળ્યું : ઓમાન તરફ ફંટાયું

ગુજરાતમાં ભારે પવનને કારણે 300થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો