1. Home
  2. Regional
  3. ગુજરાત: મોદીની જીતને સેલિબ્રેટ કરવા રાજકોટના પેટ્રોલ પંપ માલિકે રિક્ષા ડ્રાઇવર્સને આપ્યો ફ્રી CNG ગેસ
ગુજરાત: મોદીની જીતને સેલિબ્રેટ કરવા રાજકોટના પેટ્રોલ પંપ માલિકે રિક્ષા ડ્રાઇવર્સને આપ્યો ફ્રી CNG ગેસ

ગુજરાત: મોદીની જીતને સેલિબ્રેટ કરવા રાજકોટના પેટ્રોલ પંપ માલિકે રિક્ષા ડ્રાઇવર્સને આપ્યો ફ્રી CNG ગેસ

0

આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પરિણામો પરથી સ્પષ્ટ છે કે બીજેપીને ફરી એકવાર પૂર્ણ બહુમત મળ્યો છે અને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકાર બનાવશે. મોદીની આ જીત 2014 કરતા પણ વધુ મોટી છે. ત્યારે દેશભરમાં બીજેપીના સમર્થકો જીતનો જશ્ન પોતપોતાની રીતે મનાવી રહ્યા છે.

આ કડીમાં ગુજરાતના રાજકોટ શહેરમાં ગોપાલ ચુડાસમા નામના એક પેટ્રોલ પંપના માલિક મોદીની આ જીતને સેલિબ્રેટ કરવા માટે ઓટોરિક્ષાના ડ્રાઇવર્સને ફ્રીમાં સીએનજી ગેસ આપી રહ્યા છે. જ્યારથી ગોપાલભાઈએ ફ્રી સીએનજી આપવાની જાહેરાત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં 100 રિક્ષા ડ્રાઇવર્સ આ રીતે ફ્રીમાં CNG ગેસ મેળવી ચૂક્યા છે અને બીજા 200 ડ્રાઇવર્સ લાઇનમાં ઊભા છે.

LEAVE YOUR COMMENT