1. Home
  2. Political
  3. રામમંદિર માટે તમામ કોશિશો કરાશે, કલમ-370-35-એ નાબૂદી ભાજપની પ્રતિબદ્ધતા: રાજનાથ સિંહ
રામમંદિર માટે તમામ કોશિશો કરાશે, કલમ-370-35-એ નાબૂદી ભાજપની પ્રતિબદ્ધતા: રાજનાથ સિંહ

રામમંદિર માટે તમામ કોશિશો કરાશે, કલમ-370-35-એ નાબૂદી ભાજપની પ્રતિબદ્ધતા: રાજનાથ સિંહ

0

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. આ ઘોષણાપત્ર સંકલ્પિત ભારત, સશક્ત ભારત નામથી ભાજપે રજૂ કર્યું છે. પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ ભાજપે હવે આગામી પાંચ વર્ષ માટેનું પોતાની પાર્ટીનું વિઝન દેશની સામે રજૂ કર્યું છે. સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહે ચૂંટણી વિઝનને વાંચીને દેશની સામે રજૂ કર્યું છે. ભાજપના ઘોષણાપત્રની મુખ્ય બાબતો.

આતંકવાદ પર ઝીરો ટોલરન્સ

સંકલ્પ પત્રની ઘોષણા કરતા રાજનાથ સિંહે કહ્યુ છે કે સુરક્ષા નીતિ પર ભાજપનું સ્ટેન્ડ બિલકુલ સ્પષ્ટ છે. તેમણે કહ્યુ છે કે આતંકવાદ પર ઝીરો ટોલરન્સ છે અને હાલમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક આના ઉદાહરણ છે.

રામમંદિર

રાજનાથ સિંહે કહ્યુ છે કે રામમંદિરને લઈને દરેક પ્રકારની કોશિશ કરવામાં આવશે. મામલો હજી કોર્ટમાં છે, પરંતુ અમારું માનવું છે કે જલ્દીથી સૌહાર્દપૂર્ણ માહોલમાં રામમંદિરનું નિર્માણ થાય.

ખેડૂતોને પેન્શન

ભાજપના સંકલ્પ પત્રમાં 60 વર્ષથી ઉપરની વય ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને સામાજીક સુરક્ષા હેઠળ પેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે પેન્શન સ્કીમનો ફાયદો માત્ર નાના અને સીમાંત ખેડૂતોને જ આપવામાં આવશે.

તમામ ખેડૂતોને છ હજાર રૂપિયા વાર્ષિક

તાજેતરમાં મોદી સરકારે વડાપ્રધાન ખેડૂત સમ્માન નિધિ યોજના શરૂ કરી હતી. તેના હેઠળ બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ સીધી ખાતામાં પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. હવે ભાજપે આમા થોડું આગળ વધતા વાયદો કર્યો છે કે જો ફરીતી ભાજપની સરકાર સત્તામાં આવે છે, તો નાના-મોટા ખેડૂતોને આ મદદ આપવામાં આવશે.

2022 સુધી સ્વચ્છ ગંગા

ગંગા સફાઈનો મામલો ફરી એકવાર ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં સામેલ કર્યો છે. 2022 સુધીમાં ગંગાને સ્વચ્છ કરવાનું લક્ષ્ય રજૂ કરવામાં આવ્યું છે.

સૈનિકોનું કલ્યાણ

સશસ્ત્ર દળોના સૈનિકોને રિટાયરમેન્ટના ત્રણ વર્ષ પહેલા જ તેમની પસંદ પ્રમાણે જ તેમના પુનર્વાસની યોજના શરૂ કરવામાં આવશે.

ઘૂસણખોરોની સમસ્યાનું સમાધાન

પૂર્વોત્તર ક્ષેત્રમાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે પ્રભાવી કોશિશ કરવામાં આવશે. તેના માટે સીમાની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે અને આ દિશામાં સ્માર્ટ ફેન્સિંગનો પાયલટ પ્રોજેક્ટ આસામમાં લાગુ કરવામાં આવ્યો હતો, તેને તમામ સીમાઓ પર લાગુ કરવામાં આવશે.

કલમ-370, કલમ-35ની નાબૂદી માટે પ્રતિબદ્ધ

કલમ-370, કલમ-35એ જમ્મુ-કાશ્મીરના હંગામી નિવાસીઓ અને મહિલાઓની વિરુદ્ધ છે. આ કલમ વિકાસમાં અડચણ છે અને તેને સમાપ્ત કરવા ભાજપ પ્રતિબદ્ધ છે.

ટ્રિપલ તલાક

સંકલ્પ પત્રમાં મહિલાઓની ભાગીદીરી વધારવાની સાથે જ ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT