1. Home
  2. Political
  3. ભાજપના મેનિફેસ્ટોમાં 40મા પૃષ્ઠ પર રામમંદિર માટે માત્ર બે લાઈન!
ભાજપના મેનિફેસ્ટોમાં 40મા પૃષ્ઠ પર રામમંદિર માટે માત્ર બે લાઈન!

ભાજપના મેનિફેસ્ટોમાં 40મા પૃષ્ઠ પર રામમંદિર માટે માત્ર બે લાઈન!

0

ભાજપે 2019ની લોકસભાની ચૂંટણી માટે સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપે પોતાના સૌથી જૂના વાયદામાંથી એક રામમંદિર નિર્માણને સંકલ્પ પત્રમાં છેક 40મા પૃષ્ઠ પર સ્થાન આપ્યું છે. રામમંદિર નિર્માણની વાતને ભાજપે માત્ર બે લાઈનમાં મર્યાદીત કરી દીધી છે. જ્યારે એક તબક્કે ભારતીય જનતા પાર્ટી બે બેઠકો પરથી સીધી 85 બેઠકો પર રામમંદિર નિર્માણના વાયદાને કારણે પહોંચી હતી અને આજે કેન્દ્ર તથા દેશના અડધાથી વધારે રાજ્યોની સત્તા પર કાબિજ થઈને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.

ભાજપે સંકલ્પ પત્રમાં કહ્યુ છે કે રામમંદિર પર ભાજપ પોતાના વાયદાનો પુનરોચ્ચાર કરે છે. બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે તમામ સંભાવનાઓને શોધવામાં આવશે અને તેના માટે તમામ જરૂરી કોશિશો કરવામાં આવશે.

રામમંદિર મુદ્દાએ ભારતીય રાજનીતિની દશા અને દિશાને હંમેશા માટે બદલી નાખી છે. રામમંદિર મુદ્દા દ્વારા ભાજપ પોતાના રાજકીય આધારને બનાવવામાં કમિયાબ રહ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી રામમંદિર નિર્માણ આંદોલનના સૌથી મોટા ચહેરા તરીકે સ્થાપિત થયા હતા. 1980માં ભાજપની રચના  થઈ અને પાર્ટી બન્યા બાદથી જ તેમણે ખુલીને રામમંદિર આંદોલનનો મોરચો સંભાળ્યો હતો. ભાજપની રચનાના ચાર વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં ગાંધીવાદી સમાજવાદના આધારે ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા.

1989માં ભાજપે પાલમપુર અધિવેશનમાં રામમંદિર આંદોલનને ધાર આપવાનો નિર્ણય કર્યો હતો. તેનું પરિણામ એ હતું કે ભાજપે પોતાની રચનાના નવ વર્ષ બાદ 1989ની લોકસભાની ચૂંટણીમાં બે બેઠકોથી 85 બેઠકો પર પહોંચવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને સત્તામાં આવતી રોકવા માટે ભાજપે વી. પી. સિંહની સરકારને ટેકો આપીને કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

રામમંદિર મુદ્દાના રાજકીય ફાયદાને જોતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી અયોધ્યા માટે રથયાત્રા કાઢી હતી. તેનો ભાજપને મોટો ફાયદો થયો હતો. 1991માં યુપીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, તો ભાજપને 221 બેઠકો સાથે રાજ્યમાં સત્તા મળી હતી. કલ્યાણસિંહ યુપીમાં ભાજપની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હિમાચલપ્રદેશમાં પણ ભાજપની સરકારો બની હતી. છ ડિસેમ્બર-1992ના રોજ અયોધ્યામાં કારસેવક એકઠા થયા અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેમણે બાબરી ધ્વંસ કર્યો હતો. તેના પછી પણ ભાજપની રાજકીય સફર થંભી નહીં અને આગળ વધતી ગઈ.

દેશમાં એક પછી એક રાજ્યમાં ભાજપની સરકારો બની અને કેન્દ્રની સત્તામાં 1996, 1998 અને 1999માં અટલ બિહારી વાજપેયીએ નેતૃત્વમાં સરકાર બની. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમતીની સાથે કેન્દ્રની સત્તામાં કાબિજ થયું અને આજે દેશના અડધોઅડધ રાજ્યોમાં ભાજપની સરકાર છે.

LEAVE YOUR COMMENT