1. Home
  2. ગુજરાતી
  3. વાયરલ વીડિયોઃ-લો બોલો! રાનૂ મંડલ ભડકી પ્રશંસક પર, કરી ગેરવર્તણૂંક
વાયરલ વીડિયોઃ-લો બોલો! રાનૂ મંડલ ભડકી પ્રશંસક પર, કરી ગેરવર્તણૂંક

વાયરલ વીડિયોઃ-લો બોલો! રાનૂ મંડલ ભડકી પ્રશંસક પર, કરી ગેરવર્તણૂંક

0
  • રેલ્વે સ્ટેશનથી બોલિવૂડનો સફર કરનારી રાનૂના બદલાયા તેવર
  • પ્રશંસક પર ભડકી રાનૂ મંડલ
  • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો
  • હવે રાનૂને તેના જ ચાહકો કરી રહ્યા છે ટ્રોલ
  • સફળતા પચાવી સહેલી નથી-પ્રશંસક
  • રાનૂ પોતાના ભૂતકાળના દિવસો યાદ કરે -પ્રશંસક

તાજેતરમાં રાનૂ મંડલનો એક વીડિયા ખુબ જ વાયરલ થઈ રહ્યો છે,રાનૂ મંડલને કોણ નથી ઓળખતું,રેલ્વે સ્ટેશન પર સોંગ ગાયને પોતાનું ગુજરન ચલાવતી રાનું મંડલ રાતોરાત ફેમસ થઈ ચૂકી હતી,રાનૂના અવાજના ચર્ચા ભારતભરમાં થઈ રહ્યા હતા,લતા મંગેશકરનું સોંગ એક પ્યાર કા નગમા હે,,,, ગાયને રાનૂએ લોકોના દિલ જીત્યા હતા.પરંતુ હાલમાં જ રાનૂનો એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે.આ વીડિયોથી તે ફેમસ તો નથી થઈ પરંતુ ટ્રોલ થઈ.

https://www.instagram.com/p/B4b2wgNnthV/?utm_source=ig_web_copy_link

 આ વાયરલ વીડિયોમાં રાનૂ મંડલ સાથે એક મહિલા પ્રસંશક સેલ્ફી લેવા માંગે છે અને તે માટે રાનૂ મંડલનો હાથ પકડે છે,પરંતુ હાથ કપડતાની સાથે જ રાનુ તેના પર ગુસ્સે થઈ જાય છે,તેનો હાવભાવ બદલાય જાય છે અને તે મરાઠીમાં કહે છે, ‘મને તું કઈ રીતે અડકી શકે, આ રીતે મને હાથ લગાવવાનો મતલબ છું.’ આ સાંભળતા કોઈને વિશ્વાસ નહી થાય કે,આ એજ રાનૂ મંડલ છે કે, જેણે રેલ્વે સેટેશન પરથી પોતાના સફરની શરુઆત કરી હતી,અને તેના સ્વભાવમાં એકદમ નરમાશ જોવા મળી હતી, આજે શોહરત,દોલતના રંગમાં રંગાઈ જઈને પોતાના તેવર બદલી નાખ્યા,લોકોને તેની વાત પર વિશ્વાસ નથી આવતો.

રાનૂ મંડલે એક મહિલા પ્રશંસકને પોતાની સાથે એક સેલ્ફી ન પાડવા દીધી, એટલું જ નહી પરંતુ તે મહિલા ચાહકને બઘા વચ્ચે અપમાનિત પણ કરી,જો કે તે મહિલાએ રાનૂને પ્રેમથી સમજાવાનો પ્રયત્ન કર્યો,રાનૂનું આ નવુ રુપ જોઈને તેના પ્રશંસકો તેને ટ્રોલ કરી રહ્યા છે,સોશિયલ મીડિયામાં લોકો તેને ખરા ખોટી સંભળાવી રહ્યા છે,તેના જ ચાહકો તેને ઘમંડી કહી રહ્યા છે,ચાહકો તેને તેના ભૂતકાળના દિવસો યાદ અપાવી રહ્યા છે.તો કોઈ પ્રશંસક કહી રહ્યું છે કે રાનૂ મંડલને સફળતા પચી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.