BUSINESSHEALTHCAREImportant StoriesNATIONALગુજરાતી

RBI દ્વારા ઘટાડવામાં આવ્યો રેપોરેટ, EMI ભરનારા લોકોને મળશે રાહત

નવી દિલ્લી: કોરોનાવાયરસના કારણે દેશના અર્થતંત્રને અને દેશના બેંકીગ સેક્ટરને બચાવવા આરબીઆઈ દ્વારા રેપોરેટને ઘટાડવામાં આવ્યો છે. આ જાહેરાત આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું કે રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

શક્તિકાંત દાસ દ્વારા વધારે ઉમેરતા જણાવ્યું કે રિવર્સ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી પરંતુ રેપો રેટને 4.40 ટકાથી ઘટાડીને 4.00 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈના આ પગલાથી બેન્કમાં રેગ્યુલર ધોરણે ઘરના, ગાડીના તથા અન્ય હપ્તા ભરતા લોકોને રાહત મળશે અને તેમના હપ્તાની રકમમાં ઘટાડો થઈ શકે છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં અર્થતંત્રને લઈને જણાવ્યું હતું કે કોરોના સંકટ અને લોકડાઉનને કારણે 6 મોટા રાજ્યોમાં મોટા પાયાનું ઔદ્યોગિક ઉત્પાદન સ્થિર થઈ ગયું છે. વીજળી, પેટ્રોલિયમનો વપરાશમાં પણ નોંધપાત્ર ફેરફાર નોંધવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં સિમેન્ટનું ઉત્પાદન 19 ટકા ઘટ્યું હતું અને દેશમાં થતા રોકાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

મહત્વનું છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવતા આરબીઆઈની આવક પર પણ મોટા પ્રમાણમાં અસર જોવા મળી શકે છે પરંતુ આરબીઆઈના આ મહત્વપુર્ણ પગલાથી દેશમાં કરોડો લોકોને ફાયદો થશે.

(VINAYAK)

Related posts
BUSINESSEnglishImportant StoriesNATIONAL

Repo Rate unchanged amid rising inflation, loans against gold upped to 90%, says RBI

New Delhi: Amid unlock 3.0, the economy is seen reviving slowly. However, to boost it further, Reserve Bank of India’s Monetary Policy…
BUSINESSગુજરાતી

આગામી દિવસોમાં ધિરાણ પ્રાપ્ત કરનારને થશે લાભ: RBI

અર્થતંત્રમાં ધિરાણ આપવાની પ્રક્રિયામાં ગતિ આવી છે તેવું ભારતીય રિઝર્વ બેન્કના વડા શક્તિકાંત દાસે જણાવ્યું હતું. આ સાથે તેમણે તેવો પણ આશાવાદ…
BUSINESSNATIONALગુજરાતી

RBIએ રેપો રેટ 5.15 પર સ્થિર રાખ્યો- વર્ષ 2020-21મા 6 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન

ડિસ્મબર મહિનામાં વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી રેપો રેટ પ્રમાણે RBI બેંકોને લોન આપે છે. રેપો રેટ ઓછો થતા લોન સસ્તી થાય છે….

Leave a Reply