1. Home
  2. REGIONAL
  3. અમદાવાદમાં વધી રહ્યાં છે રેડ ઝોન વિસ્તારઃ હજુ કેસ વધવાની શક્યતા
અમદાવાદમાં વધી રહ્યાં છે રેડ ઝોન વિસ્તારઃ હજુ કેસ વધવાની શક્યતા

અમદાવાદમાં વધી રહ્યાં છે રેડ ઝોન વિસ્તારઃ હજુ કેસ વધવાની શક્યતા

0

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. તેમજ રેડઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. દરમિયાન મનપા દ્વારા શહેરના વધારે 3 વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અસારવા, ગોમતીપુર અને સરસપુર વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. અમદાવાદના કુલ 9 વોર્ડ હાલ રેડ ઝોનમાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરીજનોને માસ્ક પહેરવા , સેનિટાઇઝર રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સંકલ્પ કરવા અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 3 હજારથી વધુ કેસ નોધાયા છે. જેમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2470 પર પહોંચી છે. મધ્યઝોનમાં 1044 કેસ, ઉત્તર ઝોનમાં 253, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54, પશ્ચિમ ઝોનમાં 223 , ઉત્તર પશ્ચિમ ઝોનમાં 56, પૂર્વ ઝોનમાં 204 અને દક્ષિણ ઝોનમાં 636 કેસ નોધાયા છે. 394 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. અમદાવાદ શહેરમાં દર દસ લાખે 4672 ટેસ્ટીગ થઈ રહ્યા છે. જેના પગલે નવા કેસમાં વધારો થઇ રહ્યો છે.

મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનો ચેપ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા ઘરે-ઘરે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી વધારે તેજ કરવામાં આવી છે. તેમજ સંક્રમણ ફેલતું અટકાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT