revoinews

દિલ્હીની સ્થિતિને લઈને મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહ્યું, હમણા લાગુ નહી થાય લોકડાઉન, જરુરત પડવા પર માર્કેટ પર લાગી શકે છે પ્રતિબંધ

  • દિલ્હીમાં હાલ લોકડાઉન નહી કરવામાં આવે
  • જરુરત પડશે તો માર્કેટ પર પ્રતિબંધ મૂકાશે
  • આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર સિંહ જૈનએ આપ્યું નિવેદન

દિલ્હી- : હાલ દેશમાં રાજધાની દિલ્હી કોરોનાને લઈને ચર્ચાનો વિષય બની છે, દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસના વિસ્ફોટથી ગંભીર વાતાવરણ સર્જાયું છે. સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે દર કલાકે દિલ્હીમાં કોરોનાથી લગભગ 4 લોકોના મૃત્યુ થાય છે. રાજધાનીમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી અને કેન્દ્ર સરકાર સારવાર માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. આઇસીયુમાં પથારીની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે આ સાથે જ દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે ડોકટરોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા લોકડાઉનની અટકળોએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે ત્યારે આ બાબતે આરોગ્ય મંત્રીએ મોન તોડ્યું છે,સત્યેન્દ્ર જૈનેએ આ બાબતે  કહ્યું હતું કે, દિલ્લીમાં હાલના ઘોરણે કોઈ પ્રકારનું લોકડાઉન કરવામાં નહીં આવે. અહીં હાલની સ્થિતિમાં તેની કોઈ જરૂર વર્તાઈ નથી. કેટલાક સ્થાનિક પ્રતિબંધો લાદવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. હાલની સ્થિતિને જોતા કોરોનાના વધુને વઘુ મહત્તમ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, જેની સંખ્યામાં વધુ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વિસ્ફોટ નિયંત્રણની બહાર જઇ રહ્યો છે. કોરોનાના કેસના આંકડા વધઝતાજ જઈ રહ્યા છે. મૃત્યુનાં કેસો પણ ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે. કોરોનાનો જે શરુઆતનો ગાળો હતો તેજ રીતે હાલ દિલ્હીમાં લોકોમાં અશાંતિનો માહોલ ,ચિતાંની સ્થિતિ વર્તાઈ રહી છે.

દેશની રાજધાની દિલ્હીની પરિસ્થિતિને બેકાબૂ બનતી જોઈને ગૃહમંત્રી અમિત શાહ ખુદ મોરચા પર ઉતર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો,હર્ષ વર્ધનને પણ આ બાબતે કમાન સંભાળી છે. દિલ્હીની આખી સિસ્ટમ ફરી એકવાર કોરોના સાથેના યુદ્ધમાં કાર્યરત બની છે.સતત કોરોનાના પડકાર સામે તંત્ર એલર્ટ બન્યું છે, દિલ્હીથી નોઈડા આવાતા લોકોનું કોરોના પરિક્ષણ પમ કરવાની કવાયકત હાથ ધરવામાં આવી છે.

દિલ્હીમાં વિતેલા દિવસોમાં કોરોનાના કારણે મૃત્યુમાં વધારો થતા તંત્રમાં પણ હવે ચિંતા ફેલાઈ છે, વિતેલા દિવસે કોરોનાને લઈને 99 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સાહીન-

Related posts
Nationalગુજરાતી

દિલ્હી એનસીઆરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું - ગાઢ ગુમ્મસના કારણે ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે

દિલ્હીમાં પનવના કારણે શીત લહેર વધી ગાઢ ઘુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો દિલ્હી-એનસીઆરમાં વિતેલી રાતથી શરુ થયેલા પવનથી ઠંડીમાં વધારો થયો છે,…
Nationalગુજરાતી

રાજધાનીમાં ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત મહિલા પાયલટ ઉડાન ભરીને રચશે ઈતિહાસ

ગણતંત્ર દિવસની પરેડમાં મહિલા પાયલટ લેશએ ભાગ મહિલા પાયલટ ઉડાન ભરીને રચશે ઈતિહાસ દિલ્હીઃ-સમગ્ર કોરોનામહામારીના કારણે દશભરના અનેક પર્વની ઉજવણી દરવર્ષ કરતા…
Nationalગુજરાતી

દિલ્હીમાં 26મીએ ખેડૂતોની રેલી રોકવા પોલીસને છૂટ, થઈ શકે ઘર્ષણ

– આગામી 26 તારીખે ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાશે – સુપ્રીમે રેલી રોકવા માટે પોલીસને આપી છૂટ – આ દરમિયાન રેલી દરમિયાન ઘર્ષણ…

Leave a Reply