- રાજ્ય સરકાર દ્વારા બેરોજગારીના આંકડાઓ રજૂ કરાયા
- ગુજરાતમાં કુલ 5 લાખ 41 હજાર 500 શિક્ષિતો બેરોજગાર
- સૌથી વધુ અમદાવાદમાં 39,584 લોકો બેરોજગાર
સમગ્ર દેશમાં બેરોજગારી સતત વધી રહી છે જેમાં હવે ગુજરાત પણ પાછળ નથી. ગુજરાતમાં પણ વ્યાપકપણે બેરોજગારી હોવાના આંકડાઓ સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાતમાં કુલ 5 લાખ 41 હજાર 500 શિક્ષિત તેમજ 14,529 અર્ધ શિક્ષિત બેરોજગાર હોવાનો ખુલાસો કર્યો છે.
રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે સૌથી વધુ શિક્ષિત બેરોજગારો અમદાવાદ જિલ્લામાં 39,584 નોંધાયા છે. જ્યારે વડોદરામાં પણ 26,649 લોકો બેરોજગાર છે. આણંદમાં પણ 22,257 લોકો પાસે રોજગારી નથી.
નોંધનીય છે કે અર્ધશિક્ષિત બેરોજગાર મામલે પણ અમદાવાદ જ પ્રથમ ક્રમાંકે છે. અમદાવાદ જિલ્લામાં કુલ 4274 બેરોજગારો છે અને ત્યારબાદ 1936 બેરોજગારો સાથે બનાસકાંઠા બીજા ક્રમાંકે અને પોરબંદર 1588 બેરોજગારો સાથે ત્રીજા નંબર છે.
બેરોજગારીના આ આંકડાઓ બાદ ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં બેરોજગારીની સમસ્યા ઉડીને આંખે ખુંચે એવી છે. આ માટે સરકાર દ્વારા પગલાં લેવાયા છત્તાં બેરોજગારી સતત વધી રહી છે.