in ,

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી: કોરોના ઉપર ચિત્ર, નિબંધ તેમજ કાવ્યલેખન સ્પર્ધા યોજાશે

  • ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી
  • આ ઉજવણીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ચિત્ર, નિબંધ સ્પર્ધાનું આયોજન
  • કોરોના વોરિયર્સ વિષય પર આ સ્પર્ધાનું કરાયું છે આયોજન
  • સ્પર્ધામાં વિજેતાને 5 હજારથી 25 હજાર સુધીના પુરસ્કાર રાજ્ય સરકાર એનાયત કરશે

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કોરોના વોરિયર્સ વિશે ચિત્ર, નિબંધલેખન અને કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. વિદ્યાર્થીઓએ ઘર બેઠા આ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે. જેમાં પ્રાથમિક વિભાગ ધોરણ 3 થી 8, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ 9થી 12 એમ બે વિભાગમાં યોજાશે.

નિબંધ અને કાવ્ય લેખન વિદ્યાર્થીએ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી એમ કોઇપણ ભાષામાં કાગળની એક બાજુએ સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે. ચિત્રસ્પર્ધા દરમિયાન લોકડાઉનને કારણે જો ડ્રોઇંગ પેપર ઉપલબ્ધ ના હોય તો પોતાના ઘરમાં ઉપલબ્ધ સારા કાગળમાં ચિત્ર દોરવાનું રહેશે. ચિત્રમાં કોઇપણ રંગનો ઉપયોગ કરી શકાશે. વિદ્યાર્થી મહત્તમ બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે. દરેક કૃતિ ઉપર સ્પર્ધકનું નામ, ધોરણ, શાળાનું નામ, વિભાગ, પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો ડાયસ કોડ, વાલીનું ઇમેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર પણ લખવાનો રહેશે.

ભાગ લેનાર વિદ્યાર્થીએ પોતાની કૃતિ તારીખ 10 મે સુધી પોતાના જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇમેઇલ એડ્રેસ પર ઇમેઇલથી અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ દરેક સ્પર્ધા અને વિભાગમાં પ્રથમ કમે આવનારને રૂપિયા 15,000, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનારને 11,000 રૂપિયા તેમજ તૃતીય ક્રમ મેળવનારને રૂપિયા 5000નો રોકડ પુરસ્કાર તેમજ રાજ્યકક્ષાએ પાંચ વિજેતાઓને દરેક શ્રેણીમાં રૂપિયા 25,000નો પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી એનાયત કરવામાં આવશે.

આ સ્પર્ધાઓ અંગે જો કોઇ વધુ માહિતી પ્રાપ્ત કરવા ઇચ્છુક હોય તો જે-તે જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીનો સંપર્ક સાધી શકશે. તે ઉપરાંત રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કક્ષાની નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર જેવી વિવિધ ડિજીટલ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધા ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા વિષય પર આધારિત રહેશે. આ માટેની દરેક માહિતી જે-તે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મેળવી શકાશે. સ્પર્ધા માટેના નિયમો, ઇનામ વિતરણ, કક્ષા તેમજ અન્ય માહિતી માટે જે તે યુનિવર્સિટીના રજીસ્ટ્રારનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક તમામ યુનિવર્સિટીઓ માટેની અંતિમ તારીખ 10 મે રહેશે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનો પાકિસ્તાનનો નિર્ણય, ભારતે કર્યો વિરોધ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દી તેના સ્વજનો સાથે વાત કરી શકે તે માટે વીડિયો કોલિંગની સવલતનો પ્રારંભ