1. Home
  2. Regional
  3. ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે
ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે

ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે

0
  • ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારનો નિર્ણય
  • હવે ગુજરાતમાં લગ્ન સમારંભમાં 100 અને અંતિમ વિધઇમાં 50 લોકો એકઠા થઇ શકશે
  • જે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યાં કર્ફ્યૂ દરમિયાન લગ્ન કે અન્ય સામાજીક કાર્યક્રમો નહીં થઇ શકે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને માત્ર બે દિવસમાં 1400થી વધુ કેસ નોંધાયા છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂ ઉપરાંતના પગલાં લેવાઇ રહ્યા છે. હવે ગુજરાત સરકારે લગ્ન, સત્કાર સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિની મર્યાદા કરી દીધી છે. તે ઉપરાંત અંતિમ વિધિમાં પણ એક સાથે માત્ર 50 લોકો જ એકઠા થઇ શકશે.

અગાઉ સરકારે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે અમદાવાદમાં બે દિવસના સજ્જડ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાજ્યના ચાર મોટા શહેરોમાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવ્યો છે. જો કે લગ્ન સમારોહ અને અન્ય સામાજીક કાર્યક્રમોમાં 200 લોકોને એકઠા થવાની પરવાનગી યથાવત્ રાખી હતી.

જો કે દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સહિત અન્ય રાજ્યોને આકરા સવાલો પૂછીને ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં લગ્ન સમારંભ અને જુદા જુદા સરઘસ અને મેળાવડાની મંજૂરી બાબતે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ કોરોના મામલે સૌથી ખરાબ છે અને તમે લોકોને ભેગા થવાની છૂટ આપો છો?

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરતા લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. અંતિમ વિધિ કે ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓને એકઠા થવાની પરવાનગી અપાઇ છે. તે ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ દરમિયાન લગ્ન કે સત્કાર અથવા અન્ય સમારોહની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT