in , ,

અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજો ફિલ્મ મહોત્સવ 21-23 ફેબ્રુઆરી 2020 દરમિયાન યોજાશે

  • ભારતીય ચિત્ર સાધના દ્વારા ફિલ્મ મહોત્સવ 2020નું આયોજન
  • 21 થી 23 ફેબ્રુઆરી સુધી યોજાશે ફિલ્મ મહોત્સવ
  • આ મહોત્સવમાં ભાગ લેવા 15 ડિસેમ્બર 2019 સુધી પ્રવેશ જમા કરાવવો પડશે
  • 24થી વધારે પુરસ્કારો એનાયત કરાશે

ભારતના પ્રાચીન અને આધુનિક મૂલ્યો અને તેના પ્રદર્શનને વધારવાવાળી ફિલ્મોને પ્રોત્સાહિત કરવાના હેતુસર સ્થપાયેલી સંસ્થા ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ભારતીય ચિત્ર સાધના ફિલ્મ મહોત્સવ 2020 નું આયોજન અમદાવાદ શહેરમાં 21 થી 23 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.

આ ફિલ્મ મહોત્સવમાં પ્રવેશ જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2019 છે.

આ ફિલ્મ મહોત્સવમાં ભાગ લેવા માટે ભારતીય ચિત્ર સાધનાની વેબસાઇટ ઉપર નોંધણી કરાવવી ફરજીયાત છે.

નીચે દર્શાવેલ લિંક પર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો –
www.bcs-cbff.org

ભારતીય ચિત્ર સાધનાએ ફિલ્મ મહોત્સવ માટે કુલ 11 થીમ નક્કી કરી છે. આ જ વિષયો પર આધારિત ફિલ્મો જ પ્રદર્શન અને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે. વિષયો નીચે પ્રમાણે છે.

  • ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય
  • રચનાત્મક કાર્ય
  • ભારતીય પરિવાર
  • સામાજિક સમરસતા
  • લોકકથાઓ
  • જળ-વૃક્ષ-સ્વચ્છતા
  • મહિલા
  • રાષ્ટ્રીય સુરક્ષા
  • વીરતા
  • રાષ્ટ્રત્ત્વ
  • રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણની શિક્ષા

દરેક વિભાગમાં પ્રદર્શન કરવામાં આવનાર ફિલ્મોની સમય મર્યાદા પણ નિર્ધારિત કરાઇ છે.

  • ટૂંકી ફિલ્મ – 30 મિનિટ કે તેનાથી ઓછો સમય
  • દસ્તાવેજી ફિલ્મ – 45 મિનિટ કે તેનાથી ઓછો સમય
  • એનિમેશન ફિલ્મ – 5 મિનિટ કે તેથી પણ ઓછો સમય

તે ઉપરાંત ટૂંકી ફિલ્મો માટે કેમ્પસ ફિલ્મની થીમ પણ છે જેમાં 20 મિનિટ કે તેથી ઓછી સમય મર્યાદાની ફિલ્મ પ્રસ્તુત કરી શકાશે.

  • ફિલ્મ સંસ્થા અને વ્યવસાયિક વિદ્યાર્થીઓ માટે આ શ્રેણી રખાઇ છે
  • ફિલ્મમાં રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લઇ શકશે

આ ફિલ્મ મહોત્સવમાં કુલ 24 થી વધારે પુરસ્કાર આપવામાં આવશે જેમાં 10 લાખથી વધારે રોકડ ઇનામો, ટ્રોફી અને પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. તે ઉપરાંત જ્યુરીનાં આગ્રહને ધ્યાનમાં રાખીને વિશેષ પુરસ્કારના રૂપમાં ટ્રોફી તેમજ સન્માનપત્ર પણ અપાશે.

નોંધનીય છે કે ભારતીય ચિત્ર સાધના દ્વારા આ પહેલા બે ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ફિલ્મ મહોત્સવ વર્ષ 2016માં ઇન્દોરમાં યોજાયો હતો, ત્યારબાદ બીજો ફિલ્મ મહોત્સવ વર્ષ 2018માં દિલ્હી ખાતે યોજાયો હતો અને હવે વર્ષ 2020 માં ત્રીજો ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પીએમ મોદી બીજી વખત ઝારખંડની મુલાકાતે- ખૂંટી અને જમશેદપુરમાં જનસભાને સંબોઘિત કરશે

ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાયું : 80 હજાર ગુણીની થઈ આવક, ભાવમાં થશે ઘટાડો