in ,

AMTS ના બસ સ્ટેન્ડ બનશે ડિજીટલ: હવે મુસાફરો ફ્રી WiFi નો ઉપયોગ કરી શકશે

  • AMC ના ડ્રાફ્ટ બજેટ મુજબ AMTS પાછળ કુલ રૂ.340 કરોડ ખર્ચાશે
  • AMTS ટર્મિનસ પર મુસાફરો હવે WiFi અને ચાર્જિંગ પોર્ટ પણ લગાવાશે
  • તે ઉપરાંત ટર્મિનસ પર સ્માર્ટ ટોઇલેટ પણ બનાવાશે

તાજેતરમાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા રૂ.8907 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ખોટમાં ચાલતી AMTS સંસ્થા માટે રૂ.340 કરોડ અને આગામી વર્ષે રૂ.355 કરોડ ગ્રાન્ટ પેટે ફાળવવાની જાહેરાત કરી હતી. જો કે આ વખતે AMTS ખાસ કરીને જનતામાં લોકપ્રિય બને અને લોકોમાં તેનો વ્યાપ વધે તે માટે ખાસ કરીને AMTSના મુસાફરો માટે સ્માર્ટ બસસ્ટોપ પોલના નિર્માણની જોગવાઇનો પણ સમાવેશ થાય છે.

બજેટ મુજબ શહેરના જુદા જુદા વિસ્તારના રોડ પર બેઠક સાથેના સ્માર્ટ બસસ્ટોપ પોલ બનાવાશે. આ સ્માર્ટ બસસ્ટોપ પોલ સોલર પેનલથી ચાલશે તેમજ મુસાફરોને સુવિધા તરીકે વાઇફાઇ અને ચાર્જિંગ પોઇન્ટ પણ ઉપલબ્ધ કરાવાશે. AMTSના તમામ મુખ્ય ટર્મિનસ પર પ્રદૂષણની માત્રા તેમજ વીજ બિલમાં ઘટાડો કરવા સોલર પેનલથી લાઇટિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

નાગરિકો AMTSના અલગ અલગ ડેપો પર પે એન્ડ પાર્કના ધોરણે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી વાહનો પણ પાર્ક કરી શકાશે. તે ઉપરાંત જનમિત્ર કાર્ડ ધરાવતા મુસાફરોને મુખ્ય ટર્મિનસ ખાતે વાઇફાઇની સુવિધા પૂરી પડાશે. તે ઉપરાંત AMTSના એક ટર્મિનસ પર સ્માર્ટ ટોઇલેટની સુવિધા ઉભી કરાશે ત્યારબાદ તેમાં અન્ય AMTS ટર્મિનસને પણ આવરી લેવાશે.

(સંકેત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Wagh Bakri Tea Group completes 100 Years of bringing joy and freshness

ગુજરાતમાં કાયદેસરની ગન રાખવાનું ચલણ વધ્યું