1. Home
  2. Regional
  3. ભાજપનો આજથી ચૂંટણી પ્રચાર શરૂ, CM રૂપાણી, પાટીલ સહિતના નેતાઓ સભા સંબોધશે
ભાજપનો આજથી ચૂંટણી પ્રચાર શરૂ, CM રૂપાણી, પાટીલ સહિતના નેતાઓ સભા સંબોધશે

ભાજપનો આજથી ચૂંટણી પ્રચાર શરૂ, CM રૂપાણી, પાટીલ સહિતના નેતાઓ સભા સંબોધશે

0
  • આજથી ભાજપ પેટા ચૂંટણીની 8 બેઠકો માટે પ્રચાર શરૂ કરશે
  • ભાજપે ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી પણ કરી જાહેર
  • યાદીમાં રૂપાણી, પાટીલ, નીતિન પટેલ જેવા નેતાઓના નામ સામેલ

ગાંધીનગર: ભાજપે નવરાત્રિના પ્રારંભ સાથે 8 પેટા ચૂંટણીની બેઠકો માટેના પ્રચારની પણ આજથી શરૂઆત કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ પ્રમાણે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. તેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, મંત્રીમંડળના સભ્યો, સંગઠનના આગેવાનોનો સમાવેશ કરાયો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ચૂંટણી પ્રભારીઓ ભાર્ગવ ભટ્ટ તથા શંકર ચૌધરી 8 અલગ અલગ બેઠકો પર પ્રચાર પ્રવાસ કરશે. શનિવારે દલસાણીયા અને ચૌધરી અબડાસા બેઠક માટે સંગઠનાત્મક બેઠક યોજશે. રવિવારે કરજણ બેઠક માટે પાટીલ અને ભટ્ટ બેઠક કરશે. જ્યારે સાંજે દલસાણીયા અને ચૌધરી લીંબડી મતવિસ્તારમાં બેઠક યોજાશે. 19મીએ પાટીલ અને ભટ્ટ ડાંગ અને કપરાડા ખાતે તેમજ દલસાણીયા તથા ચૌધરી ધારી અન ગઢડા ખાતે બેઠક યોજશે.

આ છે ભાજપના સ્ટાર પ્રચારો

સી.આર.પાટીલ

વિજય રૂપાણી

નીતિન પટેલ

પરસોત્તમ રૂપાલા

આર.સી.ફળદુ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભીખુભાઇ દલસાણીયા

ભરતસિંહ પરમાર

મનસુખ માંડવીયા

ભાવનાબેન શિયાળ

આઇ.કે.જાડેજા

ગોરધન ઝડફિયા

શંભુપ્રસાદ ટુંડિયા

ડૉ.ઋતવિજ પટેલ

જ્યોતિ પંડ્યા

સૌરભ પટેલ

ગણપત વસાવા

કુંવરજી બાવળીયા

જવાહર ચાવડા

પ્રદીપસિંહ જાડેજા

રમણ પાટકર

ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)

મોહન કુંડારિયા

વિનોદ ચાવડા

કે.સી. પટેલ

રમણલાલ વોરા

દિલિપ સંઘાણી

હીરા સોલંકી

આ જ રીતે આગામી સપ્તાહથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના મંત્રીમંડળના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જુદા જુદા મતવિસ્તારમાં પ્રચાર તથા સંગઠનાત્મક બેઠકો શરૂ કરશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT