REGIONALગુજરાતી

ગુજરાતના વડનગરમાંથી મળી આવ્યા ઐતિહાસિક સ્થાપત્ય, પુરાતન વિભાગે સંશોધન હાથ ધર્યું

  • ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળ્યું
  • વડનગર રેલવે ફાટક પાસેથી બીજી સદીના બૌદ્વ સ્તૂપ અને ચૈત્ય મળ્યા
  • ખનન દરમિયાન આ બૌદ્વ સ્તૂપ મળી આવ્યા

વડનગર: ગુજરાતની ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું છે, અગાઉ ઘાસકૉળ દરવાજા પાસે પણ આવું જ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું હતું. વડનગરમાં રેલવે ફાટકની નજીકથી માનવામાં આવી રહ્યું છે કે બીજી સદીના બૌદ્વ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર,મહેસાણામાં ખનન દરમિયાન આ બૌદ્વ સ્તૂપ મળી આવ્યો છે. રેલ્વે ફાટકની પાસે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું છે. આ સ્તૂપ 20 બાય 20 મીટરનો છે.

જે નવા ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે તેમાં સ્તૂપની સાથે સાથે પ્રાર્થનાગૃહ પણ મળી આવ્યું છે. વડનગરને બૌદ્વ સાથે ખૂબ જૂનો નાતો છે અને આ પહેલા પણ ઘાસકોળ દરવાજા પાસે બૌદ્વ સ્તૂપ મળી આવ્યો હતો. એકલા વડનગરની ધરતીમાં જ 10 બૌદ્વ સ્તૂપ ધરબાયેલા હોવાનું અનુમાન છે.

પુરાતન વિભાગે રેલવે ફાટક પાસેથી મળી આવેલા બૌદ્વ સ્તૂપ પર હવેવધુ સંશોધન હાથ ધર્યું છે. પુરાતન વિભાગને વિવિધ ઉત્ખનનના બૌદ્વ ધર્મને લગતા ઘણા પુરાવા મળી આવ્યા છે.

(સંકેત)

Related posts
Regionalગુજરાતી

આજે અમદાવાદમાં 20 જગ્યાએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ અમદાવાદમાં પણ આજે 20 સ્થળો પર કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન…
Regionalગુજરાતી

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના આ ઝોનમાં પ્રદૂષણ વધ્યું, લોકોને થઇ રહ્યા છે ચામડીના રોગ

અમદાવાદના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં પ્રદૂષણનું સતત વધતું સ્તર તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓથી વધ્યું પ્રદૂષણ લોકોને ચામડી ઉપરાંત…
Regionalગુજરાતી

શિક્ષણ ક્ષેત્રે નજીકના ભાવિમાં 6,616 પદો પર થશે ભરતી: શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 રોજગારીનું થશે સર્જન: શિક્ષણ મંત્રી સરકારી…

Leave a Reply