1. Home
  2. Regional
  3. ગુજરાત: હવે ઘર બેઠાં દર્દીઓને મળશે સારવાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ
ગુજરાત: હવે ઘર બેઠાં દર્દીઓને મળશે સારવાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ

ગુજરાત: હવે ઘર બેઠાં દર્દીઓને મળશે સારવાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ

0
  • કોરોનાના સંકટકાળમાં દર્દીઓને હવે ઘર બેઠાં જ બીમારીની સારવાર મળશે
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ
  • અંતરિયાળ વિસ્તારમાં રહેતા દર્દીઓને મોબાઇલથી જ મળશે નિદાન-સારવાર

ગાંધીનગર:  કોરોનાના સંકટકાળમાં દર્દીઓને ઘર બેઠાં જ નિદાન અને સારવાર પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો છે. તેમના આ પગલાંને પરિણામે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓ પરનું દર્દીઓનું ભારણ પણ ઓછું થશે. OPDમાં મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે દર્દીઓને લાંબા સમય સુધી સારવાર માટે પ્રતિક્ષા નહીં કરવી પડે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો હતો. ઇ-સંજીવની ઓપીટી ગામડાંના દર્દીઓ માટે વધુમાં વધુ લાભદાયી સાબિત થાય તેવી શક્યતા છે. ઇ-સંજીવની દર્દીઓને સામાન્ય બીમારી માટે પ્રિસ્ક્રિપ્શન પણ આપશે. તે ઉપરાંત વિના મૂલ્યે સારવાર પણ આપશે.
સરકારે આ હેતુસર દર્દીઓ માટે ખાસ મોબાઇલ એપ પણ તૈયાર કરાવી છે. મોબાઇલ એપની મદદથી ડૉક્ટર સાથે દર્દી વીડિયો કૉલિંગથી જોડાઇ શકશે અને પરામર્શ લઇ શકશે. દર્દી અને ડૉક્ટર વચ્ચે આ રીતે સંવાદ થતાં ઇલાજ પણ વધુ અસરકારક બનશે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા ઘર બેઠાં સારવાર અને નિદાન મળી શકશે. તે ઉપરાંત સારવાર કે નિદાન માટે સીએચસી કે પીએચસી સુધી દર્દીઓને દોડવું પડશે નહીં.

(સંકેત)

LEAVE YOUR COMMENT