in , ,

ગુજરાત: લૉકડાઉન દરમિયાન 21 દિવસ સુધી ગરીબોને મફતમાં મળશે અનાજ: CM રૂપાણી

  • 21 દિવસ સુધી ગરીબોને ગુજરાત સરકાર મફત ભોજન આપશે. 
  • લોકડાઉનમાં લોકો બહાર ન નીકળે
  • 1 લી એપ્રિલથી સરકારી રાશનની દુકાનમાં મળશે રાશન

કોરોનાને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યના 60 લાખ ગરીબ પરિવારોને નિશુલ્ક અનાજ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 60 લાખ ગરીબ પરિવારો અને સવા 3 કરોડ લોકોને લાભ થશે. જાહેરાતમાં કહેવાયું છે કે 3.5 કિલો ઘઉં તેમજ દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે.

ગુજરાત સરકાર દ્વારા નીચે આપેલી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

  • ગુજરાત સરકારે ગરીબોને 21 દિવસ સુધી મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેમને અમુક અનાજ પણ અપાશે.
  • જે લોકો છૂટક કામકાજ કરે છે એટલે કે જે લોકો રોજ કામ કરે છે અને રોજ ખાય છે તેવા કારીગરો અને પરિવારને મફત ભોજન અપાશે.
  • જેમની પાસે રાશનકાર્ડ છે તેમને સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ અપાશે.
  • પરિવાર દીઠ એક કિલો દાળ, એક કિલો ખાંડ તેમજ એક કિલો મીઠુ મફત મળશે.
  • આ માટે 1 એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ થશે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Coronavirus: Ahmedabad registers 12 positive cases, 3,000 under quarantine

Corona: Trump Admin, Senators nod to a USD 2 trillion package; India to follow