in ,

ગુજરાત: આવતીકાલથી GTUની પરીક્ષા લેવાશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

  • પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન
  • SP યુનિ અને ટિચર્સ યુનિવર્સિટીએ પરીક્ષા લીધી છે
  • આવતીકાલથી GTUની પરીક્ષાનો પ્રારંભ થશે

ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું હતું હતું કે આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સિટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે.

પરીક્ષાના આયોજન અંગે વાત કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે SP યુનિવર્સિટી અને ટિચર્સ યુનિવર્સિટીની પરીક્ષા લીધી છે. આવતીકાલથી GTUની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા આપવાની તરફેણમાં 54 હજાર વિદ્યાર્થીઓએ મંતવ્યો આપ્યા છે. માત્ર 900 વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપવાનું કહ્યું હતું. પરીક્ષા પૂર્વે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાને લઇને પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થા કરાશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇપણ તકલીફ નહીં પડે. તાલુકા મથક પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ યુનિવર્સિટીની રાબેત મુજબ પરીક્ષા લેવાશે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“નેશનલ ડૉકટર ડે”નો ઇતિહાસ અને મહત્વ…જાણો

એપ બેન થયા બાદ, સાયબર એટેક કરી શકે છે ચીન, એલર્ટ જારી