REGIONALગુજરાતી

આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, સવારે 7 થી 6 થશે મતદાન

  • ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન
  • 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે
  • કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની  પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જો કે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

મતદાન વ્યવસ્થાને લઇને કેટલીક વિગતો

  • 3જી સવારે મતદાન, 10મીએ મત ગણતરી
  • કુલ મતદારોની સંખ્યા 18,75,032
  • 1807 મતદાન સ્થળો પર મતદાન મથકો કરાયા તૈયાર
  • હરીફ ઉમેદવારોની સંખ્યા 81
  • 419 માઈક્રો ઓબ્ઝર્વર, 324 સેક્ટર ઓફિસર, 8 જનરલ ઓબ્ઝર્વર, 8 ખર્ચ ઓબ્ઝર્વર નિમાયા
  • 900 મથકોએથી લાઈવ વેબકાસ્ટ કરાશે
  • 3400થી વધુ થર્મલ ગનથી મતદારોનું ચેકિંગ
  • સ્ટાફ-મતદારો માટે મોટા ફેસ શિલ્ડ, ફેસ માસ્ક, પીપીઈ કિટ્સની વ્યવસ્થા કરાઈ

આપને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઇ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

(સંકેત)

Related posts
Regionalગુજરાતી

અમદાવાદ અને સુરત આત્મનિર્ભરતાને સશક્ત કરતા શહેર બન્યાઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહર્ત કર્યું હતું. તેમજ અમદાવાદ…
Regionalગુજરાતી

પીએમ મોદી આજે અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

અમદાવાદ-સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પીએમ મોદી મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ભૂમિપૂજન અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
Regionalગુજરાતી

આજે અમદાવાદમાં 20 જગ્યાએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ અમદાવાદમાં પણ આજે 20 સ્થળો પર કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન…

Leave a Reply