REGIONALગુજરાતી

આજે લાભપાંચમનાં વિજય મુહૂર્તમાં ભાજપના નવા 8 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

  • આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
  • ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા
  • સમારોહમાં CM વિજય રૂપાણી, DYCM નીતિન પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર

ગાંધીનગર: આજે રાજ્યભરમાં લાભપાંચમમાં મુહૂર્ત કરીને લોકો પોતાના ધંધા-રોજગાર પુન:શરૂ કરે છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત આજના દિવસથી કરવામાં આવે છે ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે.

બપોરે 12:39 કલાકે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સીનિયર સભ્યોએ હાજરી આપી હતી.

આ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

જે.વી.કાકડિયા

વિજય પટેલ

જીતુ ચૌધરી

કિરીટસિંહ રાણા

બ્રિજેશ મેરજા

અક્ષય પટેલ

આત્મારામ પરમાર

પ્રદ્યુમનસિંહ જાડેજા

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં યોજાયેલી 8 બેઠકો પરની પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સમારંભ યોજી શકાય તે હેતુસર શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માથું ઉચક્યું છે. સાથે સાથે આ મહામારીની ઝપેટમાં રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે મર્યાદિત સભ્યોની હાજરીમાં શપથ વિધિ યોજાઇ હતી.

(સંકેત)

Related posts
INTERNATIONALગુજરાતી

વિજ્ઞાન જગતમાં સન્નાટો, વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo થયું ધ્વસ્ત

વિજ્ઞાન જગતમાં સન્નાટો છવાયો વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo થયું ધ્વસ્ત ટેલિસ્કોપ ધ્વસ્ત થવાથી વિશ્વ અને વિજ્ઞાનને નુકસાન વોશિંગ્ટન: વિજ્ઞાન જગતને મોટો…
INTERNATIONALNATIONAL

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસના હાથને કહ્યું બાય બાય, કોંગ્રેસનો સાથ છોડી પકડ્યો શિવસેનાનો હાથ

ઉદ્ધવની સેનામાં સામેલ થઇ ઉર્મિલા માતોંડકર સીએમ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં જોડાઈ પાર્ટીમાં શું ઉર્મિલા શિવસેનાનો મોટો ચહેરો બનશે ખરા? મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ…
REGIONALગુજરાતી

COVID-19: 54% ગુજરાતીઓને લગ્નમાં જતા જ બીક લાગે છે: ઑનલાઇન સર્વે

કોરોના મહામારી દરમિયાન લગ્ન સમારોહના આયોજનને લઇને કરાયો સર્વે સર્વે અનુસાર 54 ટકા ગુજરાતીઓને લગ્નમાં જતા જ ભય લાગે છે આ સર્વેમાં…

Leave a Reply